Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ઓએમજી..... સ્વિટ્ઝર્લેન્ડના આ શહેરની ઘડિયાળમાં ક્યારેય પણ 12 જ નથી વાગતા

નવી દિલ્હી: દુનિયાભરમાં ક્યાંય પણ જઇએ, કાંડા ઘડિયાળથી માંડીને ટાવર ક્લોક સુધીના દરેક ઘડિયાળમાં એકથી બાર આંકડા હોય છે અને દર બાર કલાકે એકવાર બાર વાગે છે. પરંતુ દુનિયામાં એક સ્થળે એવી ઘડિયાળ છે જ્યાં કદી બાર વાગતા નથી. વિસ્મય અનુભવાય એવી વાત છે પરંતુ સાચી છે. સ્વીત્ઝર્લેન્ડના સોલોથર્ન શહેરના ટાઉન સ્ક્વેરમાં આવું એક ટાવર ક્લોક છે જેમાં બારનો આંકડો જ નથી. અગિયાર પછી સીધો એક વાગે છે.

        જો કે સોલોધર્નમાં ક્યાંય પણ જાઓ, ચર્ચ, મ્યુઝિયમ, યુનિવર્સિટી કે અન્ય ઐતિહાસિક કે સામાજિક જાહેર સ્થળો. અહીંના મુખ્ય ચર્ચ સેંટ ઉર્સુસમાં પણ એવી ઘડિયાળ તો છેજ. ત્રણ સીડી છે એમનાં પગથિયાં પણ 11-11 છે. ચર્ચમાં 11 દરવાજા, 11 ઘંટ અને 11 યજ્ઞવેદી છે. દરેક સ્થળે બારના આંકડા વિનાની ઘડિયાળો જોવા મળે. જર્મન ભાષામાં એલ્ફ (elf) એટલે શુકનિયાળ. અહીં એક લોકકથા મુજબ કેટલાંક સૈકા પહેલાં લોકોને કોઇ વાતે સફળતા મળતી નહોતી. પરંતુ એકવાર અહીં એલ્ફનું આગમન થયું અને ધડાધડ સફળતા મળવા માંડી.

(5:52 pm IST)