Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

૨ વર્ષ સુધી ડેટ કર્યા પછી આ ખેલાડીએ પોતાની 'સેકસ ડોલ'ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

યૂરી તોલોચકો પહેલા આ વર્ષે માર્ચમાં લગ્ન કરવાનો હતો પણ કોરોના વાયરસના કારણે તેણે આ યોજનાને રદ કરવી પડી હતી

નવી દિલ્હી, તા.૨: બોડીબિલ્ડર યૂરી તોલોચકો લગ્નના બંધનમાં બંધાયો છે. તેણે પોતાની સેકસ ડોલ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. બે વર્ષ સુધી ડેટ કર્યા પછી યૂરીએ પોતાની સેકસ ડોલ ગર્લફ્રેન્ડ માર્ગો સાથે લગ્ન કર્યા છે આ બોડીબિલ્ડરે ઇંસ્ટાગ્રામ પર પોતાની વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે કાળા રંગના શૂટમાં જોવા મળે છે. જયારે માર્ગો સફેદ રંગના ગાઉનમાં જોવા મળી રહી છે.  કેક કાપ્યા પહેલા અને પ્રથમ વખત ડાન્સ કરતા પહેલા આ કપલે મહેમાનો સાથે ફોટા પણ પડાવ્યા હતા. કઝાખસ્તાનના યૂરી અને માર્ગો ૨૦૧૯થી ડેટ કરી રહ્યા છે. કથિત રીતે તે એક નાઇટ કલબમાં મળ્યા હતા. ત્યારથી યૂરી માર્ગો સાથે રિલેશનશિપમાં છે. યૂરી સિવાય માર્ગોનું પણ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ છે અને આ એકાઉન્ટ પર બંનેની ઘણી તસવીરો છે. જોકે યૂરી પહેલા આ વર્ષે માર્ચમાં લગ્ન કરવાનો હતો પણ કોરોના વાયરસના કારણે તેણે આ યોજનાને રદ કરવી પડી હતી.

(11:28 am IST)