Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સાથ જીયેંગે સાથ મરેંગે

કોરોનાના કારણે આ વૃધ્ધ દંપતિનું એક જ દિવસે થયું મોતઃ ૪૭ વર્ષથી એક સાથે હતા

૪૭ વર્ષ પહેલા આ દંપતિના લગ્ન થયા હતા અને તેઓ બંનેના એક જ દિવસે મોત

ન્યોર્યક,તા. ૨: કોરોના વાયરસની મહામારીના કારણે દેશ-વિદેશમાં ઘણાં લોકોના મોત થયા છે. ત્યારે અમેરિકાના મિશિગનમાં એક વૃદ્ઘ કપલનું કોરોનાના કારણે એક જ દિવસે મોત થયું હોવાની ઘટના જાણવા મળી છે. આજથી ૪૭ વર્ષ પહેલા આ કપલના લગ્ન થયા હતા અને તેઓ બંનેના એક જ દિવસે કોરોનાના કારણે મોત થયા છે. સરેરાશ ૭૫ વર્ષની ઉંમર ધરાવતા આ દંપતિનું એક જ દિવસે કોરોનાના કારણે મોત થયું છે.

આ દંપતિના પરિવારનું એવું માનવું છે કે તેઓ બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા અને ત્યાં તેઓ કોરોના સંક્રમિત થયા હોય એવું બની શકે. આ કારણે અન્ય લોકોને પણ વાયરસથી સાવધાન રહેવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું તેમણે જણાવ્યું છે. આ પતિ-પત્ની છેલ્લા ૪૭ વર્ષથી એકસાથે હતા અને હવે કોરોનાના કારણે તેમનું એક જ સમયે મોત નીપજયું છે.

આ દંપતિના મૃત્યુ વિશે હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે તેઓના મૃત્યુ એક જ સમયે થયા છે. આ વૃદ્ઘ દંપતિના દીકરીએ જણાવ્યું કે તેઓનું મોત રોમિયો અને જુલિયટની વાર્તા પ્રકારે થયું છે. આ વૃદ્ઘ દંપતિ પૈકી પત્નીએ ૩૫ વર્ષ સુધી નર્સ તરીકે કામ કર્યું હતું જયારે પતિ ટ્રક ડ્રાઈવર હતા અને અગાઉ અમેરિકન નેવી સાથે જોડાયેલા હતા. તેઓના લગ્ન વર્ષ ૧૯૭૩માં થયા હતા.

(9:34 am IST)