Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દક્ષિણ સુનેહ વિસ્તારમાં એક ઘરમાં આગ ભભૂકતા અફડાતફડી: 13 પાકિસ્તાનીઓના મૃત્યુ

નવી દિલ્હી: દક્ષિણ સુનેહ વિસ્તારમાં એક ટીનના ઘરમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી છે. દુર્ઘટનામાં 15 પાકિસ્તાનીઓના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. જોર્ડનના સિવિલ ડિફેંસ વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  દુર્ઘટના પશ્ચિમ અમાનથી 45 કિલોમીટર દૂર બની હતી જેમાં ઘરમાં બે પાકિસ્તાની પરિવાર વસવાટ કરતા હતા. ઘર એક ફાર્મમાં હતું.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગમાં સંપૂર્ણ રીતે ઘર બળીને ખાખ થઇ જતા 13 લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતું જયારે  ત્રણ અન્ય ને ગંભીર રીતે ઇજા પહોંચી હતી અને તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:38 pm IST)