Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હૃદય માટે ખુબજ ફાયદાકારક છે કાજુ !

એવા કોઈક જ લોકો હોય છે જેને કાજુ કે તેનાથી બનેલ વસ્તુ પસંદ ન હોય. ડ્રાયફ્રૂટ માંથી કાજુને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. પરંતુ, આના ફાયદાઓ તમને સરપ્રાઈઝ કરે તેવા છે.

કાજુ ખાવાથી ઘણા બધા પ્રકારની બીમારીઓ ને નિયંત્રિત કરી શકાય છે. ઉપરાંત સુંદરતા વધારવા માટે  પણ કાજુ ઉપયોગી છે. પરંતુ, આનો સંયમિત ઉપયોગ જ ફાયદાકારક છે. આને ખાવાથી મેટાબોલિઝમ સારૂ રહે છે અને હૃદયથી જોડાયેલ ઘણી બીમારીઓ સારી થાય છે.

કાજુમાં ઘણા મહત્વપૂર્ણ તત્વો હોય છે જેમકે પોટેશિયમ, કોપર, આયર્ન, મેંગેનીઝ, ઝીંક અને સેલેનિયમ વગેરે હોય છે. કાજુમાં આ બધા તત્વોની હાજરી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

. હૃદય માટે લાભદાયક :

*. કાજુમાં મોનો સેચુરેટેડ ફેટ હોય છે. આ હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. આની સારી વાત એ છે કે તે કોલેસ્ટ્રોલ મુકત છે.

*. શરીરને શકિત આપવાનું કામ કરે છે.

*. કાજુમાં રહેલા તત્વો શરીરને મજબૂત કરવામાં ઉપયોગી બને છે. આમાં રહેલ મેગ્રેશિયમ હાડકા માટે ખુબ ફાયદાકારક છે.

(10:08 am IST)