Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જે લોકો અણગમતું કામ કરે છે તેમને જલદી વૃદ્ધત્વ આવે છે

લંડન તા. રઃ વ્યકિત ખુશ રહે તો લાંબું જીવે એવું માત્ર ફિલોસોફરો જ નહીં, મેડિકલ સંશોધકો પણ સ્વીકારે છે. પોતાના કામથી ખુશ ન હોય અથવા તો જેને પૈસા કમાવા માટે અણગમતું કામ કરવું પડતું હોય તો એનું સ્ટ્રેસ વ્યકિતને અકાળે વૃદ્ધ બનાવી દે છે એવું ફિનલેન્ડના સંશોધકોનું કહેવું છે. પ્રોફેશનલ વર્લ્ડમાં ખુબ તાણગ્રસ્ત વાતાવરણમાં કામ કરતા હોય અથવા તો પોતાને ન ગમતું કામ કરવું પડતું હોય એવા લોકોમાં સ્ટ્રેસ-હોર્મોન્સનું પ્રમાણ વધુ હોય છે અને તેઓ પોતાના કામ અને જીવનથી નાખુશ હોય છે. ફિનલેન્ડના નિષ્ણાતોએ ૩૦ થી ૬૪ વર્ષની લગભગ ર૯૧૧ વ્યકિતઓના રકતકણો અને શ્વેત કોષોનો અભ્યાસ કરીને ટેલોમીઅર્સની લંબાઇ માપી હતી. એમાં તારવાયેલા આંકડાઓ પરથી વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે એજિંગ-પ્રોસેસ પર સ્ટ્રેસફુલ સંબંધો કરતાંય સ્ટ્રેસફુલ જોબની વધુ ખરાબ અસર પડે છે. શરીરના મૂળભૂત કોષ પર આવેલા ટેલોમીઅર્સની લંબાઇ પરથી વ્યકિત કેટલું લાંબુ જીવશે એની આગાહી થઇ શકે છે.

(4:29 pm IST)