Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

એન્જલિના જોલી જેવી સુંદર દેખાવા પ૦ પ્લાસ્ટીક સર્જરી કરાવી, પણ આખરે થઇ ગઇ બિહામણી

તહેરાન તા. ર : ઇરાનના તેહરાન શહેરમાં રહેતી રર વર્ષની સહર તબર નામની યુવતી એન્જેલિના જોલીની ડાઇ હાર્ડ ફેન હોવાથી તેના જેવા જ સુંદર દેખાવાની ખ્વાહિશ હતી. જો તેનો મુ ચહેરો જુઓ તો  પોતે કંઇ ઓછી સુંદર નહોતી, પણ અમેરિકન એકટ્રેસ એન્જલિના જોલી જેવા દેખાવાનું ભુતેતના મગજ પર એવું સવાર થયેલું કે તેણે એક પછી એક નાની -મોટી પ્લાસ્ટીક સર્જરીઓની હારમાળા પોતાના જ શરીર પર શરૂ કરાવી દીધી. એન્જલિનાનાી જેમ શાર્પ જડબા, પાઉટ પોઝ આપીશ કાય એવા ભરાવદાર હોઠ, સહેજ ઉચુ અને તીણુ નાક બનાવવાની માટે તેણે સર્જરીનો સહારો ીધો હતો. અલ અરેબિયા વર્તમાન પત્રમાં છપાયેલા અહેવાલ મુજબ સહરે લગભગ પ૦ કોસ્મટેીક સર્જરઓ કરાવી છે. સહર ખુબ સ્ટ્રિક ડાયટિંગ કરીને પોતાનું વજન ૪પ કિલોથી વધવા નથી દેતી. નવાઇની વાત એ છે કે આવો ભદો લુક ધરાવતી છોકરીઓના ઇનસ્ટ્રાગ્રામ પર ૩.૧૮ લાખ વધુ ફોલોઅર્સ છે. જો કેટલાય લોકો તેના આ લુકની ભારોભાર ટીકા કરે છે. અને ઝોમ્બી અને ડાકણ જેવ નામે ચિડાવે છે. એમ તછા આ બહેન પોતાના શરીરના પ્રેમમાં છે. અને ઇનસ્ટ્રાગ્રામ પર નિયમીત પોતાની તસવીરો પોસ્ટ કયયૃ જાય છે. તેના જ ફોલોઅર્સમાંના કેટલાક લોકો માને છે કે તેની મેકઅપ ટ્રિકને કારણે તે આવી લાગે છે.

 

(11:37 am IST)