Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

તમને જો બાળપણમાં આઘાતજનક અનુભવો થયો હશે તો એની માનસિક અસરો તમારી દિકરીમાં પણ રહે છે

લંડન તા.ર : આઘાતજનક ઘટનાઓ બહુ લાંબી અને ઉંડી અસર છોડી જાય છે. એટલી ઉંડી અસર કે એ બીજી પેઢી સુધી રહે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ જનરેશનમાં લોંગ અસર જોવા મળી છે.

અત્યંત હિંસક, ઇમોશનલી તિરસ્કૃત વાતાવરણમાં ઉછેર થયો હોય તો  એની અસર છોકરીઓમાં બહુ ઉંડી હોય છે.પ ેરન્ટસ છુટા પડી ગયા હોય કે દેશમાં યુધ્ધના સમય જેવી કટોકટી થઇ હોય તો એનો આઘાત અને ભોગવવી પડેલી હાલાકીઓની અસર બાળમાનસમાં બહુ ઉંડે અંકિત થાય છે જે સ્ત્રીઓ પોતાની દિકરીઓમાં પણ જાણ્યે અજાણ્યે વારસામાં આગળ આપે છ બને કે તમે તમારી દિકરીને કોઇ જ અણગમતા સંજોગોમાં ન  મુકતા હો,પણ તમારા માનસમાં રહેલી આઘાતજનક મેમરીની અસર તમારી દિકરીના મગજમાં અને તેના બિહેવિયરમાં રહે છે. આ અભ્યાસ સ્વીડન અને ફિનલેન્ડની બે અલગ અલગ યુનિવર્સિટીઓના અભ્યાસકર્તાઓએ તારવી છે.અભ્યાસકર્તાઓનું કહેવું છે કે આઘાતજનક અથવા તો ટ્રોમેટિક અનુભવોને કારણે બોડીમાં થયેલા કેમિકલ ચેન્જને કારણે જનીનગત બદલાવ આવે છે.આવા સંજોગોમાં જુની પેઢીનીમાનસિક સ્ટ્રેસની અસર ઘટાડવા માટે બાળકોને અત્યંત પોઝીટીવ અને પોષક વાતાવરણ આપવામાં આવે એ જરૂરી બની જાય છે.

 

(11:37 am IST)