Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મેગેઝિનના કવર પેજ પર પુત્રીની ન્યુડ તસવીર જોઇ માતા ચોંકી

એડલ્ટ ફિલ્મોમાં કામ ૧૯ વર્ષની ઉંમરથી કરી રહી છે : માતાએ મેગેઝિનના ફ્રંટ કવર પર પુત્રીના ન્યુડ ફોટો જોયો ત્યારે ખબર પડી કે તેની પુત્રી પોર્ન સ્ટાર છે

વોશિંગ્ટન,તા.૨ : એક માતાએ જ્યારે મેગેઝિનનું કવર જોયું તો તેના હોશ ઉડી ગયા. મેગેઝિનનું કવર પેજ જોયા બાદ તેને ખ્યાલ આવ્યો કે તેની પુત્રી પોર્ન સ્ટાર બની ચુકી છે, જેના વિશે તે અજાણ હતા. મેગેઝિનના કવર પેજ પર પુત્રીની ન્યૂડ તસવીર હતી. પોર્ન સ્ટારે ત્યારબાદ આવેલા તેના જીવનમાં ફેરફાર વિશે અનુભવ શેર કર્યો. અમેરિકાની ક્રિશ્ચિયન મોડલ એડિસન સિંસનું કહેવું છે કે તેની માતાએ એક મેગેઝિનના ફ્રંટ કવર પર જ્યારે તેનો ન્યૂડ ફોટો જોયો ત્યારે તેને ખબર પડી કે તેની પુત્રી પોર્ન સ્ટાર છે. તે દાવો કરે છે કે ત્યારબાદ ચર્ચે તેના એક્સ-રેટેડ કરિયરને કારણે બહાર કાઢી દેલામાં આવી હતી. ઈસાઈ મોડલ એડિસન સિંસનું કહેવું છે કે જ્યારે લોકોને ખ્યાલ આવ્યો કે તે શું કરે છે ત્યારબાદ તેને ધાર્મિક સમુદાયમાંથી કાઢી નાખી. ટેક્સાસ, યૂએસની મોડલે જાણકારી આપી કે ૧૯ વર્ષની ઉંમરમાં જ એડલ્ટ ફિલ્મોમાં કામ શરૂ કરી દીધું હતું. મોડલ થોડા સમય સુધી પોતાના કામની જાણકારી પરિવારથી છુપાવી શકી. એક દિવસ જ્યારે એડિશનની માતાએ એક મેગેઝિનનું કવર પેજ જોયું તો તેના કરિયર વિશે જાણકારી મળી. એડિશન પ્રમાણે આ ભૂલ તેના ઉત્સાહને કારણે થઈ ગઈ. પોતાના પ્રથમ મેગેઝિન કવરને લઈને તે એટલી ઉત્સાહિત હતી કે મેગેઝિનની એક કોપી મંગાવતા સમયે તેણે ઘરનું સરનામું આપી દીધુ. એડિસનના પોર્ન સ્ટાર હોવા વિશે જાણકારી મળ્યા બાદ તેના માતા-પિતા ડરી ગયા કે હવે સમાજ તેનો કેમ સ્વીકાર કરશે. મોડલ પ્રમાણે તેનો પરિવાર ખુબ ધાર્મિક છે. મોડલનો ઉછેર ધાર્મિક માહોલમાં થયો. પરિવાર રવિવાર અને બુધવારે ચર્ચ જતો હતો. મોડલને ફોન અને મેકઅપની મંજૂરી નહોતી. એટલું નહીં તેને મિત્રો સાથે ફરવા પર પણ પ્રતિબંધ હતો. પરંતુ મોડલના આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાના સંકેત બાળપણથી મળવા લાગ્યા હતા. રિપોર્ટ પ્રમાણે એડિસન કહે છે કે જ્યારે તે ૯ વર્ષની હતી ત્યારે પેન્ટહાઉસ પોર્ન બુકનો ઓર્ડર આપ્યો હતો અને તે પરિવારના તમામ પ્રતિબંધો છતાં ઘરમાંથી નિકળી. પરંતુ હજુ પણ મોડલા પિતા પુત્રીના કામથી અજાણ હતા.

(4:02 pm IST)