Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અફઘાનિસ્તાનના કાબુલમાં ગોળીબારીની ઘટનાથી અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના કાબુલ વિશ્વવિદ્યાલયમાં ગોળીબારી થવાની ઘટના સામે આવી છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  વિશાળ પરિસરને ઘેરી લીધું હોવાનું માલુમ પડી રહ્યું છે. હજુ સધી હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે વિષે જાણવામાં આવી રહ્યું નથી ગૃહ મંત્રાલયના પ્રવક્તા આરિયાને ગોળીબારી વિશે માહિતી આપી હતી.

               વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોઈ પણ સંગઠન દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી નથી. ગયા મહિને પણ ઇસ્લામિક સ્ટેટની રાજધાની શિયા બહુલ દસ્ત બરચીના એક શિક્ષણ કેન્દ્રમાં એક આત્મઘાતી બોંબ હુમલાખોરને મોકલવામાં આવ્યો હતો જેમાં હુમલામાં 24 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:43 pm IST)