Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

યુ.એસ.માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી નજીક આવતા હથિયારોના વેચાણમાં ભરખમ વધારો

નવી દિલ્હી: જેમ જેમ યુ.એસ.માં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હથિયારોના વેચાણનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. હથિયારોનું ધૂમ વેચાણ થતાં રિટેલ સામાનનો છૂટક વેચાણ કરનાર કંપ્ની વોલમાર્ટ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના રિટેલ સ્ટોર્સમાંથી બંદૂકો અને દારૂગોળાના વેચાણ પર પ્રતિબંધ લગાવી રહી છે. વોલમાર્ટ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે ચૂંટણીના પરિણામના દિવસે એકપક્ષીય પરિણામ આવવા પર હિંસક અથડામણ અને ઝઘડો થવાની આશંકા છે. કોરોના વાયરસને કારણે સમગ્ર યુએસમાં બંદૂકોની સંખ્યામાં ઘટાડો અને શટડાઉનના કારણે કારણે વર્ષે ગનનું વેચાણ વધ્યું છે. સિવાય વંશીય વિવાદ અને રાજકીય તણાવથી બંદૂકોના વેચાણમાં પણ વધારો થયો છે. એક અંદાજ મુજબ 50 લાખ લોકોએ કહ્યું કે તેઓએ પ્રથમ વખત હથિયાર ખરીદ્યું છે. અમેરિકા પાસે કુલ વસ્તી કરતા વધુ બંદૂકો છે, જે બંદૂકોના કબજાની બાબતમાં વિશ્વમાં સૌથી વધુ છે.

(5:42 pm IST)