Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બ્રિટનના મહારાણી આવતા વર્ષે છોડી શકે છે સિંહાસન

નવી દિલ્હી: બ્રિટનના એક વરિષ્ઠ શાહી વિશેષજ્ઞે દાવો કર્યો હતો કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ આવતા વર્ષે સિંહાસન છોડી શકે છે. અને રાજગાદીની બાગડોર પ્રિન્સ ચાર્લ્સને સોંપી શકે છે.શાહી વિશેષજ્ઞે દાવો કર્યો છે કે 9વર્ષની વય થવાને કારણે મહારાણી રાજગાદી છોડવાનો વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહારાણીના રાજગાદી છોડવા મામલે કયાસો લગાવવામાં આવતા હતા.

            ટ્રુ રોયલિટી ટીવી પર આવતા કાર્યક્રમ ધી રોયલ બીટમાં મુલાકાત આપતી વેળા શાહી વિશેષજ્ઞ રોબર્ટ જોબ્સને જણાવ્યુ હતુ કે પ્રિન્સેસ ડાયના ખુદને મહારાણી એલિઝાબેથથી વધારે તાકાતવર સમજવા લાગી હતી. 199પમાં બીબીસી પેનોરમાને આપેલ એક ઇન્ટરવ્યુમાં પ્રિન્સેસ ડાયનાની વાતોમાં બાબતની ઝલક જોવા મળી હતી. જોબ્સને તાજેતરમાં પ્રિન્સ હેરી દ્વારા અવચેતન વંશીત પક્ષપાતને લઇને અપાયેલ નિવેદનને પાખંડ જણાવ્યું હતું.

(5:42 pm IST)