Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ફિલિપીન્સમાં ગોની વાવાઝોડાના કારણોસર 16 લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી

નવી દિલ્હી: ફિલિપિન્સમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું છે અને તેમાં અત્યાર સુધી 16 લોકો મૃત્યુ પામ્યાં છે. વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને પવનથી ફિલિપિન્સમાં 19 લાખ લોકોને અસર પહોંચી છે. વાવાઝોડાને કારણે 225 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે અને ભારે તબાહી થઈ છે. ઇમારતોને નુકસાન થયું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

         ફિલિપિન્સમાં આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થા રૅડ ક્રૉસના પ્રમુખ ડિક ગૉર્ડને કહ્યું છે કે 70 હજારની વસતી ધરાવતા વિરાક શહેરમાં ગોની વાવાઝોડાને કારણે ખૂબ નુકસાન થયું છે. ગોની વાવાઝોડું સ્થાનિક સમય મુજબ રવિવારે 4.50 કટાન્ડુએન્સ ટાપુ પર 225 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે ત્રાટક્યું હતું, જોકે પછી તેની તીવ્રતામાં ઘટાડો થયો હતો.

(5:41 pm IST)