Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

અફઘાનિસ્તાનના તખાર પ્રાંતના કલફગાન જિલ્લામાં યાત્રીની બસ પલ્ટી ખાતા 6લોકો મોતને ભેટ્યા: 10 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના તખાર પ્રાંતના કલફગાન જિલ્લામાં શનિવારના રોજ એક યાત્રીની બસ પલ્ટી જવાના કારણોસર 6 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 10ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.પ્રાંતીય સરકારના પ્રવક્તા મહોમ્મ્દ જાવેદ હજારીએ આપેલ માહિતી મુજબ બસ બડકશાન પ્રાંતથી શનિવારના રોજ કાબુલ જઈ રહી હતી.

                         કાબુલ જતી વેળાએ રસ્તામાં ચાલકની બેદરકારીના કારણોસર બસ દુર્ઘટનાનો શિકાર  બની હતી જેના કારણે મહિલાઓ સહીત બાળકો સહીત 6 યાત્રીઓએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે  તેમજ અન્ય 10ને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:51 pm IST)