Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

અફઘાનિસ્તાનના પુલ-એ-ખૂમરીમાં વિસ્ફોટની દર્દનાક ઘટના: 11 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત બાગલાનની રાજધાની પુલ એ-ખુમરીમાં શનિવારના રોજ વિસ્ફોટ થતા બે સુરક્ષાકર્મીઓ સહીત  ઓછામાં ઓછા 11 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. પ્રાંતીય અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પુલ-એ-ખુમરીમાં પોલીસ સ્ટેશનની નજીક સ્થાનિક સમયાનુસાર  સવારના આંઠ વાગ્યાને 40 મિનિટની આસપાસ આ વિસ્ફોટ થયો હતો જેના કારણે બે સુરક્ષાકર્મીઓ સહીત 11 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે  નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:47 pm IST)