Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

માલીમાં આતંકવાદીઓએ સેના પર હુમલો કર્યોઃ ૫૩ જવાનોના મોત

ગયા મહિને પણ આતંકવાદી હુમલામાં ૪૦ જવાનોના મોત થયા હતા

મનેકા, તા.૨: માલીના પૂર્વોત્તરમાં સ્થિત મનેકા વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓએ સેનાના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જેમાં ૫૩ સૈનિકોના મોત થયા છે. સેનાએ ફેસબુક મારફતે આ જાણકારી આપી છે. હાલ કોઇપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. ગવર્નરે આ દ્યટના અંગે સંવેદના વ્યકત કરી છે.

માલીના સંચાર મંત્રી યાયા સાંગરે ટ્વીટ કર્યું હતું કે, સેનાના ઠેકાણાઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ દ્યટનાસ્થળ પર ૫૪ મૃતદેહ મળી આવ્યા છે. જેમાં એક નાગરિક પણ સામેલ છે. બુર્કિના ફાસો અને મનેકામાં અલ-કાયદા અને દાએશ આતંકવાદી સંગઠનના અનેક સમર્થકો છે.

વર્ષોથી માલી આતંકવાદી ગતિવિધિઓને કારણે સાંપ્રદાયિક તણાવનો સામનો કરી રહ્યું છે. ગયા મહિને બુર્કિના ફાસોની સરહદ પર પણ આતંકવાદી હુમલામાં ૪૦ જવાનોના મોત થયા હતા.

(4:08 pm IST)