Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મૃતકોનો તહેવાર મનાવવા મેકિસકોમાં રસ્તા પર મુકાયા વિશાળ હાડપિંજર

પશ્યિમના કેટલાક દેશોમાં આ વીકએન્ડ દરમ્યાન ડે ઓફ ધ ડેડ નામનો તહેવાર ઉજવાશે. જો આજકાલમાં મેકિસકોના રસ્તાઓ પર ફરતા હો તો ડરામણા દશ્યો જોવા મળી શકે એમ છે. કેમ કે અહીં મૃતકોના આ તહેવારની ઉજવણીમાં રસ્તાઓની વચ્ચે જ મહાકાય હાડપિંજરો ઊભા કરી દેવામાં આવ્યા છે. અલબત્ત્।, આ નકલી હાડપિંજરો છે પરંતુ એ રસ્તાની વચ્ચે એટલી બિહામણી રીતે મૂકવામાં આવ્યા છે કે ડર લાગ્યા વિના ન રહે. જાણે રસ્તો ફાડીને ભૂતિયા કંકાલો બહાર આવી ગયા હોય એવું લાગે. આ હાડપિંજરો કાર્ડબોર્ડના બનેલા હોય છે જેને બનાવવા લગભગ એક વર્ષનો સમય લાગે છે. જેન કાર્ટોનેરિયા નામનો આર્ટિસ્ટ આવાં હાડપિંજર બનાવે છે અને છેલ્લાં આઠ વર્ષથી તે આ જ રીતે મૃતકોના તહેવારની ઊજવણીમાં રસ્તા વચ્ચે મૂકે છે. આ જોઈને હવે અન્ય લોકો હાડપિંજર જેવા કપડાં પહેરીને રસ્તા પર ફરવા લાગ્યા છે.

(4:08 pm IST)