Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

માથામાં વાગતાં ૩૪ વર્ષના ભાઇ બાળક જેવા દેખાવા લાગ્યા

બીજીંગ તા ૨  : ઉમર કરતાં યંગ દેખાવાનું બધાને ગમતું હોય છે, પણ ચીનના શિઆન્તાઓ શહેર નજીકના એક અંતરિયાળ ગામમાં રહેતા ઝુ શેન્કાઇ નામના ભાઇની પોતાની ઉંમર કરતા અડધી વયના દેખાતા હોવાથી હેરાન પરેશાન થઇ ગયા છે. આમ તો જન્મ સમયે ઝુભાઇ એકદમ સ્વસ્થ હતા. બાળપણમાં બહુ રમતિયાળ અને  મસ્તીખોર પણ ખરા, જોકે છ વર્ષના હતા ત્યારે રમતા-રમતાં તેને માથામાં પથ્થર વાગી ગયો, આ પથ્થરે તેમની આખી જિંદગી જ બદલીને રાખી દીધી. સ્ટોર માથે વાગવાથી બહારથી તેમને ન કોઇ બ્લીડિંગ થયું પણ તે સળંગ ત્રણ દિવસ સુધી હાઇ ગ્રેડ ફીવરમાં પડયો. તાવ કેમેય ઊતરતો જ ન હોવાથી તેને હોસ્પિટલ ભેગો કરવો પડયો. જયાં ડોકટરોએ મગજની તપાસ કરતા ખબર પડી કે, બહારથી થયેલી ઇજાને કારણે તેને અંદર કલટો થઇ ગયો છે. તરત એની દવા કરી અને ઝુભાઇ સાજા પણ થઇ ગયા. જોકે તે નવ વર્ષનો થયો ત્યારે પરિવારજનોનાધ્યાનમાં આવ્યું કે, ઝુની ઉંમર ભલે વધતી હોય પણ એની હાઇટ કે ચહેરો મોટો થતો જ નથી. માથે વાગવાની જે ઘટના  ઘટી હતી એ પછી એના લુકમાં કોઇજ ફેર પડયો જ નથી. એ પછી ફરીથી તેને હોસ્પિટલમાં ડોકટરને દેખાડવાનું શરૂ થયું અને એક પછી એક અનેક પરીક્ષણો પછી ખબર પડી કે તેના મગજમાં આવેલી પિટયુટરી ગ્રંથિ ડેમેજ થઇ ગઇ છે, જેને કારણે હવેતેનો શારિરિક વિકાસ કુંઠિત જ રહેશે. દાયકાઓ વીતી ગયા પછી પણ ઝુ શેન્કાઇના લુકમાં એ જ બાળપણ છતું થાય છે. તેનું બોડી સંપૂર્ણ વિકસિત ન થયુૅ હોવાથી તેનો અવાજ પણ હજી બાળક જેવો જ છે. બોડીમાં હોર્મોનલ બદલાવો પણ ન થયા હોવાથી તેનાં લગ્ન થાય એવી સંભાવનાઓ પણ બહુ પાંખી છે.

હાલમાં ૩૪ વર્ષનો છે, પરંતુ તેનું શરીર એક બાળક જેવું જ છે. ડોકટરોનું પણ કહેવું છે કે આ કન્ડિશનમાં તેઓ કંઇ હેલ્પ કરી શકે એમ નથી.

(12:59 pm IST)