Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

લે... તમારે હજી દિવાળીની સાફ-સફાઈ બાકી છે? તો ઘરની સફાઈને બનાવો સરળ

દિવાળીનો તહેવારઙ્ગ હવે નજીક આવી રહ્યો છે અને બધા ઘરમાં તેની તૈયારીઓ ચાલી રહી હશે. આ તહેવારમાં મહિલાઓ માટે સૌથી મોટુ કામ ઘરની સફાઈનું હોય છે. મોટા ભાગના લોકોના ઘરમાં તો દિવાળીની સફાઈ થઈ ગઈ હશે. પરંતુ, આજની મોટા ભાગની મહિલાઓ વર્કિંગ વુમન છે. તેમજ વ્યસ્ત જીવનશૈલીના કારણે હજુ ઘણા લોકોને ઘરની સફાઈ કરવાની બાકી હશે. તો ઓછા સમયમાં સળરતાથી ઘરની સફાઈ કરવા માટે અપનાવો આ ટીપ્સ.

. સૌથી પહેલા ઘરમાંથી નકામો અને તૂટેલો સામાન, ક્રોકરી, વગેરે ફેંકી દો. તેનાથી સફાઈ પણ થઈ જશે અને દરિદ્રતાનો પણ નાશ થઈ જશે.

.  દિવાળીમાં રસોડાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી હોય છે. વાસણોને સરળતાથી સાફ કરવા માટે ગરમ પાણીમાં ૫-૬ ચમચી બ્લીચ અને ડિર્ટજન્ટ મિકસ કરી સાફ કરો. વાસણ નવા જેવા ચમકવા લાગશે.

. ઘરની સફાઈમાં સૌથી વધુ મુશ્કેલી ગંદી દિવાલો સાફ કરવામાં થાય છે. તેના માટે સિરકાને લિકવીડ સોપમાં ડુબાડી સ્પંચથી દિવાલના નિશાન સાફ કરો.

. બાથરૂમમાં રાખેલ સેનેટરીના સામાનને બેબી ઓયલથી સાફ કરો. તેનાથી સાબુના જમા થયેલ નિશાન ગાયબ થઈ જશે.

. ૧ કપ મીઠુ, બેકિંગ સોડા અને અને એપ્પલ વિનેગર મિકસ કરી સિંક પાઈપમાં નાખો. તેનાથી સિંકની બ્લોક પાઈપ સરળતાથી સાફ થઈ જશે.

. લાકડાનું ફર્નિચર સરળતાથી સાફ કરવા માટે ૧/૪ કપ સિરકામાં ૧ કપ પાણી મિકસ કરી ફર્નિચરને સાફ કરો.

. નવશેકા પાણીમાં નમક (મીઠુ) મિકસ કરી, ફ્રિઝની સફાઈ કરો. તેનાથી દુર્ગંધ નહિં આવે અને કીટાણુ પણ મરી જશે.

. દિવસમાં કેટલીયવાર ઓવનનો ઉપયોગ થાય છે. કામ સરળ કરવામાં તે જેટલુ મદદગાર છે. એટલુ જ મુશ્કેલ તેને સાફ કરવુ છે. સ્પ્રે બોટલમાં બેકિંગ સોડા, પાણી અને લીંબુ નાખો. તેનાથી ઓવનની અંદર છાંટી કપડાથી સાફ કરો.

. પંખાની બ્લેડ (પાંખીયા)ને તકિયાના કવરની અંદર નાખી વ્યવસ્થિત રીતે ઘસીને સાફ કરો. તેથી બધી ગંદકી તકિયાના કવરમાં આવી જશે. તેનાથી પંખા સાફ પણ થઈ જશે અને ગંદકી જ્યાં-ત્યાં પણ નહિં ફેલાય.

. મલમલના કપડાને ડિટર્જન્ટના પાણીમાં જબોળી ઘરની ડોર બેલ અને બધા સ્વીચ બોર્ડ સાફ કરો.

. બેકિંગ સોડાને ટૂથબ્રશની મદદથી ટાઈલ્સના ખૂણા પર ઘસો. ત્યારબાદ ગરમ પાણીથી ટાઈલ્સ ધોઈ લો.

. પાણીમાં લીંબુનો રસ મિકસ કરી, તેનાથી જમીન સાફ કરો. તેનાથી જમીન પર રહેલ બધા ડાઘ દૂર થઈ જશે.

. બટેટા અને બેકિંગ સોડાની મદદથી લોખંડમાં લાગેલ કાટને દૂર કરી શકો છો.

(1:12 am IST)