Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ચીની-ફ્રાંસીસ ચિત્રકાર જઓ વાઉ-કી કીની એક પેન્ટિંગ અધધધ 4,76 અબજમાં વેચાઈ

એશિયાઈ કલાકારો દ્વારા હરાજીમાં સૌથી મોંઘી પેન્ટીંગ

 

ચીની-ફ્રાંસીસ ચિત્રકાર જઓ વાઉ-કી કીની એક પેન્ટિંગ 4 અબજ 76 કરોડ (510 મિલિયન હાંગકોંગ ડોલર/65 મિલિયન ડોલર)માં વેચાઈ હતી પેન્ટીંગ એશિયાઈ કલાકારો દ્વારા હરાજીમાં વેચવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોંઘી પેન્ટીંગ છે.જઓ  વાઉ-કી પોતાની પેન્ટીંગ 'Juin-Octobre 1985'ની આટલી મોંઘી કિંમતમાં હરાજીની સાથે ડે કૂનિંગ, માર્ક રોથકો અને બાર્નેટ ન્યૂમેન જેવા અમેરિકી સમકાલિન પેંટર્સની કતારમાં સામેલ થઈ ગયા.

   હરાજીની રેકોર્ડ બ્રેકિંગ સાંજની હતી, જેણે હરાજીમાં 200 મિલિયન અમેરિકન ડોલરની કલાકૃતિઓ વેચવામાં આવી. તાઈવાનના બિઝનેસમેન ચાંગ ક્યૂયૂ ડુને મે 2005માં 'Juin-Octobre 1985' માટે 2.3 મિલિયન ડોલરની કિંમત ચૂકવી છે. ડુન પીએંડએફ બ્રધર ઈન્ડસ્ટ્રીયલ કોર્પના માલિક છે, કંપની ટ્રેડમિલ અને પાવર ટૂલ્સ બનાવે છે.

   હરાજીમાં વૈશ્વિક કલા દ્રશ્યના ક્ષેત્રમાં વધતા મહત્વનો નવો ઈતિહાસ રચાયો છે. લગભગ બે ઘણી કિંમતમાં વેચાયેલી લગભગ 10 મીટર (33 ફૂટ)ની ઓઈલ પેન્ટીંગ પહેલા જાઓ દ્વારા ખરીદવામાં આવી હતી, જેમનું 2013માં નિધન થયું હતું. દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ બિજિંગમાં પેદા થયેલા જાઓને ચીની ચિત્રકલા તકનીકોને સંજોકર રાખવા માટે ઓળખવામાં આવે છે.

   એશિયન વર્ક ઓફ આર્ટનો પહેલાનો રેકોર્ડ 2010નો છે, જ્યારે પોલી ઈન્ટરનેશનલ કંપનીએ 64 મિલિયન અમેરિકન ડોલરમાં એક પ્રાચિન હેંડ સ્ક્રોલ વેચ્યો હતો. પોલીએ 2017માં 931 મિલિયન યુઆનમાં ઈંક પેન્ટર ક્યૂક બિશી દ્વારા બનાવેલા 12 હેગિંગ સ્ક્રોલ પણ વેચ્યા હતા.
  
હરાજીની સાંજનું બીજુ આકર્ષણ વિયતનામી કલાકાર Nguyen Gia Tri (1908-1993), જેમની 1939ની 'lacquer-on-wood' પેન્ટીંગ જેનું ટાઈટલ 'Les Villageois' છે, જે 6.1 મિલિયન હાંગકોંગ ડોલરમાં વેચવામાં આવી છે.

(1:06 am IST)