Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

તમે બજારમાં કપડાની ખરીદી કરવા જઈ રહ્યા છો? તો આવી રીતે કરો કપડાની પસંદગી

આધુનિક યુગ સૌંદર્યનો યુગ છે. આજની નારી સૌંદર્ય પ્રતિ વધારે સર્તક રહે છે. તેને અનેક જુદા-જુદા પ્રકારના સૌૈંદર્ય પ્રસાધનોની જરૂર પડે છે. તેની આ જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને અનેક કંપનીઓ નવા ઉત્પાદનો બનાવવા લાગી છે.

મહિલાઓ શ્રૃંગાર અને કપડા પ્રતિ હંમેશા આકર્ષિત રહે છે. નવા અને આધુનિક ડિઝાઈન બજારમાં જોવા મળતાની સાથે જ મહિલાઓને તેનો પ્રયોગ કરવાની ઈચ્છા થઈ જાય છે. તે ઉતાવળમાં અને પોતાને વધારે આધુનિક દેખાડવાના ચક્કરમાં કેટલીકવાર કપડા અને સૌંદર્ય પ્રસાધનોની અયોગ્ય પસંદગી કરી લે છે. ઉંમર, રંગરૂપ અને શરીરના આકાર અનુસાર કપડાની પસંદગી કરવી ખુબ જ જરૂરી છે.

૪૦ થી ૬૦ વર્ષની મહિલાઓએ પોતાની ઉંમરના આધારે કપડા પહેરવા જોઇએ. જો તે આ ઉંમરે મિની સ્કર્ટ પહેરે અથવા વધારે મેકઅપ કરે તો તેનાથી તમે અન્ય લોકો સમક્ષ મજાકનું પાત્ર બની જશો. જો તમારૂ શરીર ભારે છે તો ચુસ્ત (ફીટીંગ) કપડા ન પહેરવા જોઇએ.

મહિલાઓ પોતાની ઉંમર છુપાડવાના હેતુથી કિશોરીઓ જેવા કપડા પહેરે અને મેકઅપ કરે તો તે સારૂ લાગતુ નથી. વ્યવસ્થિત કપડા અને સાદો મેકઅપ આ ઉંમરમાં સારા લાગે છે.

૨૦ થી ૩૦ વર્ષની યુવતીઓ કોઇ પણ પ્રકારના કપડા પહેરી શકે છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે બીજાની નકલ ન કરવી જોઇએ અને પોતાના રંગરૂપ અને શરીરના આધારે જ કપડા પહેરવા જોઇએ. પોતાની આસપાસ અને પરિવારના વાતાવરણને પણ ધ્યાનમાં રાખવુ જરૂરી છે.

સામાન્ય રીતે આ ઉંમરમાં યુવતીઓના મનમાં એવી ધારણા બનેલી હોય છે કે તે સ્વતંત્ર રીતે કોઇ પણ કપડા પહેરી શકે છે. પરંતુ તેને એ વાત ન ભૂલવી જોઇએ કે તેને પહેરવાની રીત પણ સારી હોવી એટલી જ જરૂરી છે.

આડેધડ કપડા પહેરવાથી જેમ તમે બીજાના મજાકનું પાત્ર બનો છો એવી જ રીતે તમારા વ્યકિતત્વ ઉપર પણ તેની પ્રતિકુળ અસર પડે છે. જો તમારો રંગ શામળો છે, તો વધારે ઘાટા અને ચમકીલા કપડા પહરવાથી તમે વધુ કાળી દેખાશો.

જો તમે વધારે પાતળા છો, તો ચુસ્ત (ફિટીંગ) કપડા કયારેય ન પહેરવા જોઇએ. તેનાથી તમે વધારે પાતળા દખાશો. ઢીલા કપડા પહેરવા જ ઉત્તમ રહેશે. જો તમે હાડેતા છો, તો નિશ્ચિંત થઇને ચુસ્ત કપડા પહરી શકો છો. કપડાની પસંદગીમાં તમારા શરીનો ઘાટ (આકાર) અને રંગરૂપને  ધ્યાનમાં રાખવુ ખુબ જ જરૂરી છે. તેથી તમે જે પણ કપડા પહરેો, તે તમારા વ્યકિતત્વમાં નિખાર લાવે.

કપડાથી જ વ્યકિતત્વના પારખા થાય છે. એટલે કે વ્યકિતત્વને નિખારવા ઉંમર અનુસાર કપડાની પસંદગી કરવી ખુબ જ જરૂરી છે તમે કપડાની પસંદગી ગંભીરતા પૂર્વક કરો અને બીજાનું અનુકરણ કરવાથી દુર રહો. જો તમે યોગ્ય  રીતે અને સાવધાની પૂર્વક કપડાની પસંદગી નહિં કરો, તો તમારી શોભા ઘટી શકે છે.

(9:34 am IST)