Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

એક બાઇક પર ૭ માણસો, બે કૂતરા પ્લસ સામાન

નવી દિલ્હી,તા.૨: આપણે ત્યાં દરેક વાહનને એની ક્ષમતા કરતાં વધુ ઘસવામાં આવે છે. થોડાક સમય પહેલાં રિક્ષામાં ૨૮ જણને ભરીને જતા ભાઇનો વીડિયો વાઇરલ થયો હતો. હવે સોશ્યલ મીડિયા પર એક ભાઇએ એમ સ્ટન્ટબાજ બાઇકસવારનો વીડિયો અપલોડ કર્યો છે. બાઇક પર ભાઇસાહેબ પોતાના સંયુકત પરિવારને બેસાડીને જઇ રહ્યા છે અને આ પરિવારમા પત્ની અને બાળકો સહિત છ જણ તેની આગળ-પાછળ બેઠેલા છે. એટલું ઓછું હોય એમ પાછા બે કૂતરા પણ આ બાળકોના ખોળામાં બેઠા છે. રિષાદ કૂપર નામના એક યુવકે ટ્વિટર પર આ વિડિયો શેર કરીને લખ્યું છે કે આવું ભારતમાં જ સંભવ છે. આટલા માણસો અને ડોગી હોવા ઉપરાંત તેમનો સામાન પણ બાઇક પર જ લાદેલો છે. વિડિયોમાં બાઇકની સ્પીડ પણ સારીએવી જણાય છે. બાઇક પર બેઠેલા લોકોને તો કંઇ ચિંતા હોય એવું લાગતું નથી, પણ તેની પાસેથી પસાર થતા  લોકો અચરજને કારણે અટકી જાય છે. અને કયાંક ભટકાઇ ન જવાય એ માટે સેફ ડિસ્ટન્સ રાખી રહ્યા છે.આ ઘટના કયાંથી અને કયારનીછે એ વિડિયો પરથી ખબર નથી પડી.

(3:59 pm IST)