Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જાપાની મહિલાઓની સુંદરતા પાછળનું આ છે રહસ્ય

નવી દિલ્હી: તમે જોયું જ હશે કે જાપાની મહિલાઓ યુવાન લાગે છે. કરચલીઓ, ડાગ, ખીલ વગેરે તેમના ચહેરા પર લાંબા સમય બાદ જોવા મળે છે. ખરેખર, તેની સુંદરતા પાછળ જાપાની નુસખાનું રહસ્ય છે. જે વૃદ્ધાવસ્થામાં પણ તેમની ત્વચાને જુવાન રાખવામાં મદદ કરે છે. તમે આ નુસખા તમારા ઘરે પણ અપનાવી શકો છો. ચાલો આપણે જાણીએ કે જાપાની મહિલાના નુસખા કેવી રીતે અપનાવી શકાય. ગ્લોઈંગ સ્કીન દરેક છોકરીની ઇચ્છા હોય છે, પરંતુ ગરમીઓ શરુ થતાની સાથે જ તે ચિંતાનો વિષય બની જાય છે. ખાસ કરીને તેમના માટે જેની સ્કીન ઓઇલી હોય છે. ઓઇલી સ્કીન વાળાઓને સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેમના ચહેરા પર મેકઅપ કે કોઇ પણ ક્રિમ વધુ સમય સુધી ટકતી નથી. એટલુ જ નહીં, ગરમીમાં થતો પરસેવો, વાતાવરણમાં ઉડતી ધુળ અને માટી ચહેરા પર ચિપકી જાય છે. તેના કારણે ચહેરો ડસ્ટી દેખાવા લાગે છે. આ કારણે સ્કીન એલર્જી, જલન અને ફોડલીઓ જેવી સમસ્યાઓ થાય છે. જોકે કેટલીક એવી ટિપ્સ છે જે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે.

તૈલીય ત્વચાનુ કારણ ત્વચામાં વધારાનુ તેલ જમા થાય છે તે પણ છે. જ્યારે હોર્મોનની ગરબડના કારણે એન્ડ્રોજનનુ સ્તર વધે છે ત્યારે તૈલ ગ્રંથિઓ સક્રિય થઇને વધુ તેલ છોડવા લાગે છે અને શરીર પર વધુ તેલ વહેવા લાગે છે. આમ તો આ સમસ્યા ટીનેજમાં થાય છે, પરંતુ કેટલાક લોકોમા આનુવંશિક પણ હોઇ શકે છે.

(5:29 pm IST)