Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

અફઘાનિસ્તાનમાં સર્જયેલ યુદ્ધની સ્થિતિમાં 24 કલાકમાં 254થી વધુ તાલિબાની આતંકીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ પોતાના સૈન્ય પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનના મોટાભાગના ગ્રામીણ વિસ્તારો પર કબજો કર્યો છે એવામાં કંદહાર શહેર પર કબજો જમાવવા માટે તાલિબાનોએ કંદહાર એરપોર્ટ પર રોકેટ હુમલો કર્યો હતો. આ હુમલા પછી એરપોર્ટ પરથી બધી જ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. બીજીબાજુ અફઘાનિસ્તાનની એરફોર્સની તાલિબાનોના અનેક સ્થળો પર એરસ્ટ્રાઈકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૪થી વધુ આતંકીઓનાં મોત નીપજ્યાં હોવાનો અફઘાન સરકારે દાવો કર્યો છે.

અફઘાનિસ્તાનમાં અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા જંગમાં અફઘાન એરફોર્સે મોટી કાર્યવાહી કરી છે. અલગ અલગ વિસ્તારોમાં એરફોર્સના હવાઈ હુમલામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૪થી વધુ તાલિબાની આતંકીઓ મોતને ભેટયા છે અને ૧૦૦ આતંકીઓ ઘાયલ હોવાનુ જણાવાઈ રહ્યું છે. અફઘાન એરફોર્સે કાબુલ, કંદહાર, હેરાત, હેલમંદ અને ગજની સહિતના ૧૩ સ્થળોએ એર સ્ટ્રાઈક કરી હતી.

(5:28 pm IST)