Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

આ છે બિલાડી વિશેની અલગ જાણવા જેવી વાતો....આ દેશમાં સૌથી વધુ બિલાડીઓને પાળવામાં આવે છે

નવી દિલ્હી: બિલાડીની પ્રજાતીમાં પાલતુ બિલાડીથી વાઘ, દીપડા અને સિંહ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ તમામ એવા પ્રાણી છે જે પોતાના શરીરને હંમેશા ચાટતા રહે છે. જેમાં સૌથી વધુ પાલતુ બિલાડી પર અભ્યાસ કરવામાં આવ્યો છે. બિલાડી એક દિવસમાં લગભગ 10 કલાક સુધી જાગે છે. જેના ચોથા ભાગનો સમય તો તે પોતાના શરીરને ચાટવામાં પસાર કરે છે. જેનાથી ચાંચડ જેવા પરજીવી અને ધૂળના રજકણ શરીર પર રહેતા નથી. એટલું જ નહિ પણ બિલાડીની લાળમાં કેટલાક એન્ટિબાયોટીક તત્વ હોય છે જેનાથી શરીર પર થયેલી ઈજાના ઘ જલદી ભરાઈ જાય છે.

એવું માનવામાં આવતુ હતું કે બિલાડીની જીભ પર અણીદાર ખીપા હોય છે. પરંતુ તેના પર અમેરિકાની જોર્જિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના બે ઈન્જીનિયરે રિસર્ચ કર્યું.6 પ્રજાતિની બિલાડીના અભ્યાસમાં સામે આવ્યું કે જીબ પર રહેલા અણીદાર ખીપા જ બિલાડીની સફાઈનું રાઝ છે. મૃત બિલાડીની જીભનું સિટીસ્કેન રિપોર્ટ કરતા સામે આવ્યું કે જીભ પરના અણીદાર ખીપાથી જ બિલાડી સ્વચ્છ રહે છે.

બિલાડીના શરીર પર બે પ્રકારના વાળ હોય છે. ચામડીની ઠીક ઉપર એકદમ નરમ વાળ હોય છે. અને તેની બહાર કડક વાળ હોય છે. જેથી શરીરને ચાટતી વખતે જીભની મદદથી શરીરને સાફ રાખે છે. બિલાડી શરીરને ચાટે ત્યારે જીભ પરના ખીપાની મદદથી લાર અંદર સુધી પહોંચે છે. અને જ્યારે બહાર આવે ત્યારે આ ખીપા શરીર અને વાળમાં રહેલા રજકણ અને ગંદકીને પણ બહાર કાઢે છે. જેથી બિલાડી હંમેશા સ્વચ્છ રહેતી હોય છે.

વારંવાર ચાટવાથી બિલાડીના શરીર પર લાર જમા થાય છે. તડકામાં આ લાર બાષ્પીભવન થઈને વરાળ બની જાય છે. પરંતુ તેના કારણે બિલાડીના શરીરનું તાપમાન ખુબ જ ઓછું રહે છે. લારના લીધે બિલાડીના વાળના અંદરનો ભાગ અને બહારના ભાગમાં લગભગ 17 ડિગ્રી તાપમાનનો ફરક હોય છે.

બિલાડી એક પાલતુ પ્રાણી છે. જે મનુષ્યની ગાઢ મિત્ર ગણાય છે. ઉત્તર અમેરિકામાં સૌથી વધારે બિલાડીને પાળવામાં આવે છે. બિલાડી ખુબ જ આળતુ પ્રકૃતિની ગણાય છે. જે લગભગ 14 કલાક સુધી ઊંઘતી રહે છે. મોટાભાગે બિલાડી કાળી, બદામી, સફેદ જેવા રંગોમાં જોવા મળે છે. તેની બદામી રંગની આંખો વાઘ જેવી મોટી અને ખૂંખાર હોય છે.

(5:27 pm IST)