Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અમેરિકાના અલાસ્કા પ્રાંતમાં બે વિમાન એકસાથે અથડાતા એસેમ્બલી મેમ્બર સહીત સાતના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કા પ્રાંતમાં શુક્રવારે સવારે એક વિમાન અકસ્માતમાં રિપબ્લિકન પાર્ટીના એક એસેમ્બ્લી મેમ્બર સહિત કુલ સાતનાં મોત નીપજ્યાં હતાં. મિડિયા રિપોર્ટ મુજબ અલાસ્કામાં કેનાઇ આયલેન્ડ પાસે સોલ્ડોત્ના એરપોર્ટ નજીક અકસ્માત થયો હતો જ્યારે હવામાં બે વિમાન એકબીજાની સાથે અથડાયાં હતાં.

              સ્થાનિક સમય મુજબ સવારે સાડા આઠની આસપાસ બનેલા અકસ્માતમાં એક એંજિન ધરાવતું ડી હેવીલૈન્ડ ડીએચસી ટુ બીવર વિમાન બે એંજિનવાળા પાઇપર પી-ટ્વેલ્વ વિમાન સાથે અથડાયું હતું. માર્યા ગયેલા લોકોમાં સ્થાનિક એસેમ્બલીના સભ્ય ગૈરી નોપનો પણ સમાવેશ થયો હતો. સત્તાવાળાઓએ કહ્યું હતું કે અકસ્માતમાં તૂટી પડેલા વિમાનોનો ભંગાર સ્ટર્લિંગ હાઇવે પાસે પડ્યો હતો. બંને વિમાનોએ સોલ્ડોતના એરપોર્ટથી લગભગ એક સાથે ઉડ્ડયન કર્યું હતું.

(5:11 pm IST)
  • દાહોદના ફતેપુરમાં ગેરકાયદે ખાતરનો જથ્થો ઝડપાયો : લાયસન્સ વિનાની ૪ર૩ થેલી ખાતર ઝડપાતા જથ્થો કબ્જે કરાયો access_time 12:45 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST

  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST