Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

તમે જાણો છો ટમેટાના ફાયદા?

ટમેટા વિશે હંમેશા એક વિવાદ રહ્યો છે કે તે ફળ છે કે શાકભાજી. જો કે તે શાકમાં ઉપયોગમાં આવે છે અને તેને ફળ તરીકે પણ ખાઈ શકાય છે. તે ભલે ગમે તે હોય પરંતુ, આખા વિશ્વમાં લોકો ટમેટુ ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. કારણ કે તેમાં રૂપ અને સ્વાદની સાથે અનેક ગુણ પણ હોય છે.

 ટમેટુ સ્વાદિષ્ટ હોવાની સાથે પાચક પણ છે.

 તેનો ઉપયોગ પેટના રોગોમાં ઔષધિ તરીકે કરી શકાય છે.

 ગભરામણ, ઓડકાર આવવા, પેટ ફુલાઈ જવું, મોઢુ આવી જવુ, પેઢાના દર્દ, વગેરેમાં ટમેટાનું શૂપ, આદુ અને શંચળ નાખીને લેવાથી તરત જ ફાયદો થશે.

 ટમેટાના શૂપથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને પેટ પણ હળવુ રહે છે. ઠંડીમાં ટમેટાનું શૂપ શરદીથી બચાવે છે. ઝાળા, અપેન્ડીસાઇટીસ અને શરીરની સ્થૂળતામાં ટમેટાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

 ટમેટામાં રહેલ વિટામીન ગરમ થવા છતા નષ્ટ થતા નથી.

 વા, અને એકિઝમામાં તેનું સેવન કરવાથી આરામ મળે છે.

 તાવ બાદ આવેલ નબળાઈને દૂર કરવા માટે ટમેટાથી સારો વિકલ્પ બીજો કોઈ નથી.

 ડાયાબીટીશના રોગમાં સર્વશ્રેષ્ઠ મદદરૂપ છે.

(9:57 am IST)