Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

થાઈરોઈડથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ઉપાય

થાઈરોઈડ થવો એ હવે એક સામાન્ય વાત બની ગઈ છે. આ બીમારી પ્રત્યેક વ્યકિતને પોતાનો શિકાર બનાવી રહી છે. સૌથી વધુ મહિલાઓ તેનો શિકાર બને છે. થાઈરોઈડમાં શરીર બહુ ફુલાઈ જાય છે અથવા તો ખૂબ જ પાતળુ થઈ જાય છે. તો જાણી લો થાઈરોઈડથી છૂટકારો મેળવાવના ઉપાય.

દહીં અને દૂધ : દહિં અને દૂધ એક એવી વસ્તુ છે, જેને આપણે આપણા ભોજનમાં અવશ્ય સામેલ કરવુ જોઈએ. બંને શરીર માટે જરૂરી છે. થાઈરોઈડમાં દહીં અને દૂધ શરીરને ફાયદો પહોંચાડે છે.

સાબુત અનાજ : સાબુત અનાજ સહિત જવ અને ઘઉંમાં પ્રોટીન અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. તેનું દરરોજ સેવન કરવાથી થાઈરોઈડ થવાની સંભાવના ઘટી જાય છે.

આદુ :  આદુ બધાના ઘરમાં હોય જ છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે થાઈરોઇડ જેવી ગંભીર બીમારીઓથી સંપૂર્ણ રાહત આપાવી શકે છે.

(9:57 am IST)