Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

એક સંશોધન મુજબ માણસમાંથી પાલતુ પ્રાણીઓને પણ થઇ શકે છે કોરોના

નવી દિલ્હી: સંશોધન પરથી જાણવા મળ્યું છે કે માણસમાંથી પાલતું કૂતરાં અને બિલાડી પણ થઈ શકે છે કોરોના સંક્રમિતએક સંશોધન અનુસાર જો કૂતરા કે બિલાડીના માલિકને કોરોનાનું સંક્રમણ થયું હોય તો તે કૂતરા કે બિલાડીને પણ કોરોના થઈ શકે છે. 196 ઘરોમાંથી 310 પ્રાણીઓના સ્વેબ લેવાયા હતા. આ એ ઘરો છે જ્યાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું. 196 ઘરોમાંથી 310 પ્રાણીઓના સ્વેબ લેવાયા હતા. આ એ ઘરો છે જ્યાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું. યુટ્રેચ યુનિવર્સિટીના ડૉ. એલ્સ બ્રોએન્સે કહ્યું, "જો તમને કોવિડ હોય તો તમારે તમારાં કૂતરા કે બિલાડીના સંપર્કમાં ન આવવું જોઈએ. તમે જે રીતે અન્ય માણસના સંપર્કમાં આવવાનું ટાળો છો એવું જ કરવું જોઈએ." "મુખ્ય ચિંતા પ્રાણીનું સ્વાસ્થ્ય નથી પરંતુ પશુ પણ વાઇરસનાં કૅરિયર તરીકે વર્તી શકે છે અને માનવવસતીમાં સંક્રમણ માટેનું કારણ બની શકે છે." અભ્યાસ હાથ ધરનારા સંશોધકોએ કહ્યું કે પશુમાંથી તેના માલિકને સંક્રમણ થયું હોવા એવા કોઈ પુરાવા નથી મળ્યા. વળી આ રીતે વાઇરસ ફેલાઈ રહ્યો છે કે નહીં એ શોધવું પણ મુશ્કેલ છે.

(5:19 pm IST)