Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અમેરિકામા 99 ટકા લોકોએ રસી ના લીધી હોવાની મોતને ભેટ્યા હોવાનો ખુલાસો

નવી દિલ્હી: યુએસના સીડીસીના ડિરેકટર ડો. રોશેલ વેલન્સકીએ કહ્યું કે અમારા સંશોધનના પ્રાથમીક આંકડા દર્શાવે છે કે છેલ્લા 6 મહીનામાં જે લોકોની કોવિડથી મૃત્યુ થઈ તેમાંથી 99.5 ટકા લોકોએ કોરોના વેકસીન લીધી ન હતી. રાજયોમાંથી વેલ્સ્કીએ લીધેલા ડેટા મુજબ કોરોના વાયરસને કારણે જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેને કોરોના રસી લીધી ન હતી. અમેરિકામાં જાન્યુઆરીથી વેકસીન અભિયાન શરુ થઈ ગયુ હતું. તેમને વેકસીનનું મહત્વ સમજાવતા કહ્યું કે આ સમયમાં રસી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ રસી કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ પર અસરકારક છે અને કોરોનાના નવા કેસોમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટનો 25 ટકા ભાગ છે. વેલ્સ્કીએ કહ્યું કે કોરોના રસી લીધા પછી કોરોનાના કારણે મૃત્યુઆંકમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય મે મહીનામાં થયેલા કુલ મૃત્યુમાંથી એટલે કે 99.5 ટકા મૃત્યુ એવા લોકોના હતા. જેમને કોરોના રસી લીધી ન હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને જાહેરાત કરી કે અમેરિકામાં કોરોનાના નવા સ્ટ્રેનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને હવે રેપીડ રીસ્પોન્સ ટીમ બનાવવામાં આવશે અને વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવશે. લોકડાઉન અંગે અમેરિકામાં લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા છે અને આ દરમ્યાન ઘણા રાજયો ખુલી ગયા છે તે જ સમયે અમેરિકામાં રસીકરણ પ્રક્રિયાની ગતિ પણ ઓછી થઈ છે.

 

(5:16 pm IST)