Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પાકિસ્તાનમાં બાળકોને સુરક્ષાદળોમાં સામેલ કરવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અને તેનો મિત્ર દેશ સુરક્ષાદળોમાં બાળકોને પણ સામેલ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો અમેરિકાના ટ્રાફિકિંગ ઈન પર્સન નામના રિપોર્ટમાં થયો છે. પાકિસ્તાનના અખબારે આ રિપોર્ટને ટાંકીને કહ્યુ છે કે, પાકિસ્તાનને અને તુર્કીને એવા દેશોના લિસ્ટમાં સામેલ કરાયા છે જે પોતાના સુરક્ષાદળોમાં બાળકોની ભરતી કરે છે. આ લિસ્ટમાં સામેલ દેશોને અમેરિકા દ્વારા સૈન્ય સહાય કરવા માટે પ્રતિબંધ પણ લગાવવામાં આવતા હોય છે. આમ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. ચાઈલ્ડ સોલ્જર પ્રિવેન્શન એકટ હેઠળ આ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં એવા દેશોને સામેલ કરાય છે જે પોતાની સેના, પોલિસ કે બીજા સુરક્ષા દળોમાં બાળકોને એટલે કે પંદર વર્ષથી નીચેના સગીરોને સામેલ કરે છે. આ રિપોર્ટમાં હવે પાકિસ્તાન અને તેના આકા ગણાતા તુર્કીનુ નામ પણ છે. સાથે સાથે તેમાં અફઘાનિસ્તાન, બર્મા, ઈરાન, કોંગો, ઈરાક, લિબિયા, માલી, નાઈજેરિયા, સોમલિયા જેવા દેશો પણ સામેલ છે.

(5:15 pm IST)