Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

દક્ષિણ આફ્રિકામાં તંબાકુના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:લોકડાઉન દરમ્યાન ઓનલાઇન શાળાના વ્હોટ્સએપ ગ્રુપમાં એક મહિલાએ મેસેજ નાખ્યો હતો કે કોઈ જણાવી શકે છે કે કઈ જગ્યાએ ગેરકાનૂની સિગરેટ મળે છે  મને જોઈએ છે. તેમના એક વાક્યથી દક્ષિણ આફ્રિકાના 90 લાખ સ્મોકર્સ સરકારના   નિર્ણયથી પરેશાન થઇ ગયા છે. માર્ચ મહિનામાં લાગેલ લોકડાઉનથી સરકારે ઘણાબધા પ્રતિબંધો લગાવી દીધા હતા જેનાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય

              સરકારદ્વારા લેવામાં આવેલ નિર્ણયથી એસોસિએશને અદાલતમાં પણ  અપીલ કરી હતી પરંતુ ત્યાં પણ તેમને હાર મળી હોવાનું માલુમ પડી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા એક માત્ર એવો દેશ છે કે જ્યાં તંબાકુના વેચાણ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અહીંયા જનતાના સ્વાસ્થ્યને વધારે પ્રાથમિકતા આપવામાં આવી છે.

(6:13 pm IST)