Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઓમએજી..... લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ આ દેશના સ્વાસ્થ્ય મંત્રીને રાજીનામુ આપવાની નોબત આવી હોવાની માહિતી

નવી દિલ્હી: કોરોના મુક્ત થવાની જાહેરાત બાદ ન્યુઝીલેન્ડમાં એક મોટી બેદરકારી સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ન્યુઝીલેન્ડના એક ક્વોરન્ટાઈન સેન્ટરમાં થોડાં દિવસો પહેલા કોરોનાના મામલા સામે આવ્યા હતા. ક્વોરન્ટાઈન સેન્ટરની સુરક્ષામાં ચુક થઈ હતી. ચુક બાદ ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી ડેવિડ ક્લાર્કે રાજીનામુ આપી દીધુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડેવિડ ક્લાર્કે કોરોનાને લઈને સરકારની પ્રતિક્રિયા અને લોકડાઉન નિયમોના ઉલ્લંઘન કરવા પર ટીકા બાદ રાજીનામુ આપી દીધુ છે. તેઓ લોકડાઉન દરમિયાન પોતાના પરિવારની સાથે બીચ પર પણ ગયા હતા. વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને ગુરુવારે ડેવિડ ક્લાર્કના રાજીનામાની જાહેરાત કરી હતી.

              ન્યુઝીલેન્ડના કોરોના મુક્ત થવાની જાહેરાતના થોડાં દિવસો બાદ બ્રિટનથી પાછી ફરેલી બે મહિલાઓ કોરોના પોઝિટિવ મળી હતી. બંને મહિલાઓની ભલામણના આધાર પર ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી તેમને જલદી જવાની પરવાનગી આપવામાં આવી હતી. બાદમાં બંને કોરોના પોઝિટિવ મળી હતી. હાલ દેશમાં કોરોનાના 22 એક્ટિવ કેસ છે, જે અલગ-અલગ દેશોમાંથી આવ્યા છે.

(10:04 am IST)