Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

લોકડાઉનની વિદાય-પાર્ટી યોજાઇ પ્રોગામમાં

ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં આવેલા ચાર્લ્સ બ્રિજ પર લગભગ અડધો કિલોમીટર લાંબું ટેબલ લગાવવામાં આવ્યું હતું જેના પર બેસીને લોકોએ ભોજન કર્યુ હતું. માર્ચ મહિનાથી ચેક રિપબ્લિકમાં કોરોનાને કારણે હરવા ફરવા અને બહાર નીકળવા પર રિસ્ટ્રિકશન્સ આવી ગવેલાં. ૩૦ જૂને ઓફિશ્યલી આ રિસ્ટ્રિકશન્સ ઉઠાવી લેવામાં આવતાં લોકોએ ખાસ સેલિબ્રેશન કરેલું. શહેરના વિવિધ સ્થળોએથી લોકો આ બ્રિજ પર મૂકેલા ટેબલ પર આવ્યા હતા અને પોતપોતાના ઘરેથી લાવેલાં નાસ્તા અને ડ્રિન્કસની ઉજાણી કરી હતી.

(3:03 pm IST)