Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

૩૯૫ કલાકની મહેનતે ૪૧ ડકટ ટેપમાંથી બનાવેલો આ ડ્રેસ જોતાં જ મન મોહી જાય એમ છે

ન્યુયોર્ક,તા.૨ : કોરોના લોકડાઉનના ગાળામાં દુનિયાભરના સ્ટુડન્ટ્સે ક્રીએટિવ ગતકડાં કર્યા છે. એમાં અમેરિકાના ઇલિનોઇ સ્ટેટની રહેવાસી ૧૮ વર્ષની પીટન મેન્કરે પણ સામેલ છે. પીટને સ્કૂલની પ્રોમ પાર્ટીમાં પહેરવા માટે ડકટ ટેપમાંથી એક ખૂબ જ બહેતરીન ડ્રેસ તૈયાર કર્યો હતો. આ કપડાં જોઈને પહેલી નજરે લાગે જ નહીં કે એ કાપડમાંથી નહીં, પણ રંગબેરંગી ડકટ ટેપમાંથી બનેલો છે.

પીટનની હાઈસ્કૂલમાં દર વર્ષે ગ્રેજયુએટ્સ માટે યોજાતી પ્રોમ ડ્રેસ કોમ્પિટિશનમાં ૧૦૦૦૦ ડોલર (અંદાજે ૭.૫૫ લાખ રૂપિયા) સ્કોલરશિપનું ઇનામ હોય છે. પીટને એ સ્પર્ધામાં ભાગ લઈને ડકટ ટેપનો પ્રોમ ડ્રેસ બનાવ્યો છે. એ ડ્રેસ બનાવવા માટે પીટને ૪૧ રોલ ડકટ ટેપ વાપરીને ૩૯૫ કલાકની મહેનતે એ ડ્રેસ બનાવ્યો હતો. પીટને એ ડ્રેસ પહેરીને પડાવેલો ફોટોગ્રાફ તેની મમ્મી સુઝીએ ફે ફેસબુક પર પોસ્ટ કર્યા પછી લગભગ અઢી લાખ વખત એને અન્યોએ શેર કર્યો છે. પીટનને ૧૦૦૦૦ ડોલરની સ્કોલરશિપ જીતવાની ભરપૂર આશા છે. જો તે ઇનામ જીતશે તો એ રકમ તેના કોલેજ ફંડમાં જમા કરશે.

(3:02 pm IST)