Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઘરનું તળીયુ તૂટતાં આ ભાઇ કૂવામાં સરકી ગયા

ન્યુયોર્ક,તા.૨ :  જયારે વ્યકિત ખૂબ શરમ અનુભવે ત્યારે કહેવાય છે કે ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. જોકે અમેરિકાના કનેકિટકટ શહેરની ન્યુ હેવન કાઉન્ટીન શહેરના ક્રિસ્ટોફર નામના ઉપનગરમાં એક માણસ તેના મિત્રના ઘરમાં હતો ત્યારે અચાનક જ તે જમીનમાં ગરક થઈ ગયો હતો. વાત એમ હતી કે અચાનક ફર્શ તૂટી જતાં તે ઘરની નીચેના ૩૦ ફીટ ઊંડા કૂવામાં ગરકી પડ્યો હતો. જોકે કહાનીમાં ટિવસ્ટ તો એ છે કે આટલે ઊંડે સુધી પડી ગયા છતાં તેને સાધારણ ઈજાઓ સિવાય ઝાઝી તકલીફ પડી નહોતી. સ્થાનિક પોલીસનું કહેવું હતું કે એ માણસ તેના મિત્રને ફર્નિચર ખસેડવામાં મદદ કરતો હતો ત્યારે આ ઘટના બની હતી. એ ઘર ૧૮૪૩માં બંધાયું ત્યારે એના આંગણામાં કૂવો હતો. ૧૯૮૧માં એ ઘરનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે કૂવાને પૂરવાને બદલે લાકડાના ફ્લોરિંગ વડે ઢાંકી દેવામાં આવ્યો હતો. જોકે ફર્નિચર ખસેડતી વખતે લાકડાની એ ફર્શ તૂટતાં એ માણસ સીધો ઠંડા પાણીમાં જઈને પડ્યો હતો. કાયર-ફાઇટર્સ એ માણસ ડૂબી ન જાય એ માટે તરાપા જેવું સાધન કૂવામાં નાખ્યું અને ત્યાર પછી એને ઉપર ખેંચી લીધો હતો.

(3:02 pm IST)