Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આટલો ઊંચો થોર કદી જોયો છે?

ટોકીયો,તા.૨ : કેંકટસને ગુજરાતીમાં થોર કહેવાય છે. કેકટસનું વર્ણન જેના પર પુષ્પો ખીલે એવી એક વનસ્પતિ તરીકે કરવામાં આવ્યું છે, પરંતુ સર્વસાધારણ સમજ પ્રમાણે થોરને ખેતરો ફરતેની વાડ બનાવવામાં વપરાતી કાંટાળી વનસ્પતિ ગણવામાં આવે છે. શહેરી ફેશનપરસ્તો અને ચિત્રકારો-હસ્તકલાકારો પણ ઘરમાં કે આંગણે કેકટસનાં કૂંડાં રાખે છે. થોર કે કેકટસ વિશે વિશ્વના વિવિધ પ્રાંતોમાં જુદી-જુદી માન્યતાઓ પ્રવર્તે છે. આજકાલ જપાનની રાજધાની ટોકયોના ઉપનગર તાકિનગાવામાં ત્રણ માળના એક મકાનની પાસે ઊગેલા અસાધારણ ઊંચાઈ ધરાવતા કેંકટસની તસ્વીરો સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ બની છે. તસ્વીરમાં મકાનની બાજુમાં લીલા થાંભલા જેવો ઊંચો થોર લોકોનું ધ્યાન ખેંચે છે.

યાંગ નામના નેટિઝને સોશ્યલ નેટર્વાર્કેગ સાઇટ ટિવટર પર પોસ્ટ કરેલા ફોટોગ્રાફમાં થોર ઊંચા અને લીલાછમ હોવાથી કોઈ એ થોરની કાળજી રાખતા હોવાનું મનાય છે. ટ્વિટર યુઝર યાંગે પોસ્ટ કરેલા ફોટોગ્રાફમાં થોરનો થાંભલો ત્રણ માળના મકાનની સમાંતરે એ મકાન કરતાં ઊંચો થયો છે. મકાન દસ મીટર ઊંચું છે અને કેકટસ એના કરતાં સહેજ ઊંચું છે. થોરની ઊંચાઈના વિશ્વ વિક્રમની સ્પર્ધામાં એ કેકટસ આવી શકે કે નહીં એની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ ૧૯૯૫માં સૌથી ઊંચા કેકટસ તરીકે જેની નોંધ કરી છે એ મેકિસકોના જાયન્ટ કાર્ડન કેકટસની ઊંચાઈ ૧૯.૨ મીટર છે.

(3:00 pm IST)