Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત

બન્દૂકની અણીએ વારે વારે ત્રણ યુવતીઓનો બળાત્કાર કર્યો

ડરવાન, તા.૨: સાઉથ આફ્રિકાના કાજુલુ નતાલ પ્રોવિંસમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે પૂરા દેશની સાથે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જયાં એક ૭૧ વર્ષીય મહિલાના ઘરમાં ઘૂસીને એક વ્યકિતએ તેમની ત્રણ પૌત્રીઓનો બળાત્કાર કર્યો. આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે, રેપ દરમિયાન તે નરાધમે મહિલાને તેની પૌત્રીઓનું રેપ કરતા જોવા માટે મજબૂર કર્યા. મહિલા આ ઘટના દરમિયાન જ શોકમાં પહોંચી ગઈ હતી.

ડેલી મેલની ખબર અનુસાર, એ જાણ નથી થઈ શકી કે દ્યરમાં કેટલા લોકો દ્યૂસ્યા હતા. જોકે, યુવતીઓ અનુસાર, રેપ કરનાર નરાધમ એક જ હતો. નરાધમે ૧૯, ૨૨ અને ૨૫ વર્ષની ત્રણ યુવતીઓને એક રૂમમાં બંધ કરી દીધી હતી. ત્યાર પછી તે ૭૧ વર્ષીય મહિલાને જબરદસ્તીથી ઘસડીને તે રૂમમાં લઈ ગયો અને તેને ખુરશીથી બાંધી દીધી. તે વ્યકિતએ ત્યાર પછી બન્દૂકની અણીએ વારે વારે ત્રણ યુવતીઓનો બળાત્કાર કર્યો. પોલીસ અનુસાર, મહિલા શોકમાં બેભાન થઈ ગઈ હતી અને ત્યાર પછી તે ૭૧ વર્ષીય મહિલાને મૃત જાહેર કરી દેવામાં આવી.

પોલીસે જણાવ્યું કે, આ કોઈ અંગત દુશ્મનીનો મામલો લાગે છે, કારણ કે ઘરમાંથી કોઇ સામાન ચોરવામાં આવ્યો નથી. યુવતીઓનો રેપ અને તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. પોલીસના પ્રવકતા નાકોબિલ ગ્વાલાએ જણાવ્યું કે, આરોપીની ઓળખ થઈ શકી નથી. યુવતીઓએ જણાવ્યું કે હુમલાખોરે કપડાથી ફેસ કવર કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની દાદી દ્યટના દરમિયાન જ શોકમાં બેભાન થઈ ગયા હતા.

જણાવી દઈએ કે, યુવતીઓના પિતા જયારે દ્યરે પહોંચ્યા તો તેમને સંપૂર્ણ ઘટનાની જાણકારી મળી અને તેમણે પોલીસને ફોન લગાવી જાણ કરી. સાઉથ આફ્રિકામાં સોશિયલ મીડિયા પર આ મામલાને લઇ દ્યણી ચર્ચા થઈ રહી છે. પ્રાંતીય સરકારના પ્રવકતા નોંલાન્હા ખોજાએ લોકોને ભરોસો આપ્યો છે કે દોષીને જલદીથી જલદી પકડવામાં આવશે અને તેને સજા આપવામાં આવશે.

ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં દુનિયામાં સૌથી વધારે ૨૭૦૦ મહિલા અને ૧૦૦૦ બાળકીઓની હત્યા થઈ હતી. તો ૪૨૦૦૦ મહિલાઓ સાથે બળાત્કાર થયો હતો. સાઉથ આફ્રિકામાં મહિલાઓ સાથે થનારા ગુનાઓનો દર ખૂબ જ વધારે છે. જયારે આફ્રિકામાં દારૂ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, ત્યારથી ત્યાં મહિલાઓ સાથેના ગુનાઓમાં ખૂબ જ વધારો નોંધવા મળ્યો છે.

(11:49 am IST)