Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ઓફિસમાં ૨૫% કર્મચારીઓના પોતાના સહકર્મીઓ સાથે રોમેન્ટિક સંબંધો હોય છે

ઓફિસમાં ચોરી-છુપી રોમેન્સ કરે છે કર્મચારી, કહેવાથી લાગે છે ભયઃ સર્વે

નવી દિલ્હી, તા.૨: પ્રેમ પર કોઈ રોકટોક કામ નથી લાગતી. તે કયારેય પણ કોઈને પણ થઈ શકે છે. મોટા ભાગના લોકો ઓફિસમાં રિલેશનશિપથી બચી જાય છે, પરંતુ પ્રેમ જયારે થઈ જાય છે, ત્યારે તેનો અનુભવ પોતેને જ નથી થતો. પ્રેમને ફકત એ લોકો જ અનુભવે છે જે તેમાં તલ્લીન હોય, બાકીના લોકો માટે આ માત્ર ઈર્ષ્યા અને ગોસીપનો વિષય હોય છે. ઓફિસમાં થયેલો પ્રેમ વધુ સમય ટકી રહે છે અને મોટાભાગના કિસ્સાઓમાં સાચા પણ હોય છે. તાજેતરમાં જ કરવામાં આવેલ એક સર્વે મુજબ, ઓફિસમાં ૨૫%કર્મચારીઓના પોતાના સહકર્મીઓ સાથે રોમેન્ટિક સંબંધો રહે છે.

કેનેડાના એડીપી કેનેડા સંશોધનકારોએ લગભગ ૮૮૫ ઓફિસ કર્મચારીઓ પર આ સર્વેક્ષણ કર્યું. તેમાં સૌથી રસપ્રદ વાત સામે એ આવી કે લોકોની આઙ્ખફિસમાં છુપાવી-છુપાવીને રોમેન્સ કરવાનું પસંદ કરે છે. ૪૫ ટકા લોકો બાકીના લોકોથી તેમના સંબંધો છુપાવે છે, ૨૭ ટકા કર્મચારીઓ દરેકથી પોતાના સંબંધો છુપાવે છે, જયારે ૩૭ ટકા કર્મચારીઓને તેમના HRને પોતાના રિલેશનશીપ સ્ટેટસનો ખુલાસો નથી કરતા.

તેનાથી આ વાત પણસામે આવી કે કેનેડામાં મોટાભાગના કર્મચારીઓ તેમની સાથે કામ કરતા સહકર્મીઓમાં પ્રેમ અને ભાવનાત્મક સંબંધો શોધે છે. ૪૦ ટકા લોકો નથી ઈચ્છતા કે મેનેજમેન્ટને તેમના અફેર વિશે ખબર પડે. તેમાં સામેલ છે ૪૯ ટકા લોકોએ જણાવ્યું છે કે ઓફિસમાં રિલેશનશીપ માટે કોઈ પોલિસી નથી, તેથી તે પોતાનો સંબંધ કોઈની સામે જાહેર કરવા નથી ઈચ્છતા.

૩૧ ટકા લોકોએ એ પણ સ્વીકાર્યું કે તે ઓફિસમાં કોઈની સાથે રિલેશનશીપમાં પડવા નથી ઈચ્છતા. કારણ કે તેઓ માને છે કે તેનાથી તેમની નોકરીનું જોખમ રહે છે.

(10:00 am IST)