Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

લંડનની ૪૦ સેકન્‍ડરી સ્‍કૂલોમાં છોકરીઓને સ્‍કર્ટ પહેરવા ઉપર પ્રતિબંધઃ સ્‍કીન ટાઇટ ‌જીન્સ અને ચહેરા ઉપર ટેટુ પણ લગાવી નહીં શકાય

લંડનઃ ભારતમાં જ્યારે કોઇ સ્કૂલ સ્કર્ટ બેન કરવાની કરે છે કે તો સમાજમાં તેનો ભારે વિરોધ થાય છે, પરંતુ આ વખતે ઇગ્લેંડના સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવવાની તૈયારી છે. સ્કૂલની છોકરીઓ માટે યૂનિફોર્મના રૂપમાં સ્કર્ટનો વિકલ્પ ટૂંક સમયમાં ખતમ થવા જઇ રહ્યો છે, કારણ કે સમગ્ર બ્રિટનમાં મોટાભાગની સ્કૂલો લૈંગિક ભેદભાવથી દૂર યૂનિફોર્મની નીતિ અપનાવી રહી છે.   

સંડે ટાઇમ્સની સ્કૂલોમાં યૂનિફોર્મ નીતિના વિશ્લેષણ અનુસાર ઓછામાં ઓછી 40 સેકેંડરી સ્કૂલોએ છોકરીઓના સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે જ્યારે અન્ય સ્કૂલ પણ આ વિશે વિચાર કરી રહી છે. જોકે સ્કૂલ ટ્રાંસજેંડર લોકોની જરૂરિયાતોની ધ્યાનમાં રાખવા માંગે છે એટલા માટે બધા ટ્રાઉઝર નીતિને અપનાવવામાં આવી રહી છે. 

સ્કૂલોએ એવા સમયે આ પગલું ભર્યું છે જ્યારે બ્રિટનની સરકાર દેશના જેંડર રિકગ્નિશન એક્ટમાં ફેરફારના માર્ગે ટ્રાંસજેંડર લોકોના અધિકારોને સ્પષ્ટ કરવાની તૈયારી કરી રહી છે. 

ઇસ્ટ સસેક્સના લેવેસમાં પ્રોયરી સ્કૂલે ગત વર્ષે સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સ્કૂલોનું કહેવું છે કે લોકો એ પ્રશ્ન ઉઠાવતા હતા કે છોકરાઓ અને છોકરીઓ માટે યૂનિફોર્મ અલગ-અલગ કેમ છે. સાથે જ તેમનું કહેવું હતું કે ટ્રાંસજેંડર વિદ્યાર્થીઓની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો જોઇએ. કોપલેસ્ટન હાઇ સ્કૂલે સ્કર્ટને અસ્વિકાર્ય વસ્તુઓની યાદીમાં મુક્યો છે. તેમાં અન્ય ચીજો પણ છે સ્કીન ટાઇન જીન્સ અને ચહેરા પર ટેટૂ. 

(5:24 pm IST)