Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ડીપ્રેશનના જટીલ રોગથી પીડાતા લોકો માટે એન્ટીડીપ્રેશન્ટ દવા શોધવા જીનેટીક ટેસ્ટ મદદરૂપ થશે

નવી દિલ્હી, તા. ૨ :. ડીપ્રેશન તેનાથી પીડાતા લોકો માટે અત્યંત  જટીલ સ્થિતિ છે. ઘણીવાર તેના માટે યોગ્ય દવાઓ શોધવામાં મહિનાઓ, વર્ષો લાગી જાય છે.

દાયકાઓથી ડિપ્રેશનની સારવાર કરતા ડોકટરો દવા આપીને તેને સારૂ થશે એવી આશા જ રાખે છે. દર્દીઓને તેમના કુટુંબના માનસિક સ્થિતિઓ વિશે પૂછતા રહે છે અને તે બધી ભેગી થયેલી માહિતીઓ ઉપર સારવારનો મદાર હોય છે. જો કે ૨૦૧૦ પછી એક જેનેરીક પરીક્ષણ દ્વારા ડોકટરો જાણી શકે છે કે વ્યકિત ઉપર વિવિધ પ્રકારના એન્ટી ડીપ્રેસન્ટની શું અસર થાય છે ?

અમેરિકન સાઈક્રીયાટ્રીક એસોસીએશનની વાર્ષિક સભામાં રજૂ કરાયેલ એક અભ્યાસમાં જણાવાયુ છે કે જેનેસાઈટ નામે ઓળખાતા આ ટેસ્ટ પછી ૫૦ ટકા લોકોએ આઠ સપ્તાહમાં સુધારો જણાયો હતો અને ૩૦ ટકા લોકોને આ ટેસ્ટમાં સુચવાયેલ દવા યોગ્ય જણાઈ હતી. નવી સેરોટોનીન અને નોરેપીનેફ્રાઈન આધારીત દવાઓ સહિત મગજના મુડને વ્યવસ્થિત કરતા રસાયણો પર અસર કરતી એક ડઝનથી પણ વધુ દવાઓ છે. ડીપ્રેસનની સારવાર મોટાભાગે ટ્રાયલ અને એરર પધ્ધતિથી જ થાય છે. કોઈપણ જગ્યાએ પહેલીવાર અપાયેલી દવાઓ ૪૦ ટકા લોકોને માફક નથી આવતી. જ્યારે આ ટેસ્ટ દર્દીને કઈ દવા માફક આવશે તે બાબતે થોડો મદદરૂપ થાય છે.

જેનેસાઈટ ટેસ્ટ ૫૬ જુદી જુદી એન્ટીડીપ્રેસન્ટ દવાઓને રીસ્પોન્સ આપતા ૧૨ જીન્સનો રીપોર્ટ તૈયાર કરે છે જેના આધારે તેને કઈ દવા અનુકુળ આવશે ? તે જાણી શકાય છે.

જો કે ઘણા ફીઝીશ્યનોનું માનવુ છે કે આ ટેસ્ટ સંપૂર્ણપણે ચોક્કસ નથી અને તેનાથી થતો ફાયદો થોડા સમય પુરતો જ હોય છે.

(3:25 pm IST)