Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

પેરિસની જેલમાંથી હેલિકૉપ્ટર દ્વારા ભાગ્યો કુખ્યાત ગેંગસ્ટર :સમગ્ર ફ્રાન્સમાં એલર્ટ

પેરિસ વિસ્તારની એક જેલમાંથી એક કુખ્યાત ગેંગસ્ટર હેલિકૉપ્ટર મારફત ભાગી છૂટ્યો હોવાનું ફ્રાન્સના સત્તાવાળાઓએ જણાવ્યું છે. રેડોઈને ફેઈડ નામના એ ગુંડાઓ સરદારને જેલમાંથી ભાગવામાં તેના સંખ્યાબંધ સશસ્ત્ર સાથીઓએ મદદ કરી હતી. હેલિકૉપ્ટરને જેલમાં ઉતારવામાં આવ્યું, ત્યારે ત્રણ હથિયારધારીઓએ જેલના પ્રવેશદ્વાર પરના ચોકિયાતોનું ધ્યાન અન્યત્ર દોરી રાખ્યું હતું.

(1:07 pm IST)