Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

પગના દુઃખાવાથી છૂટકારો મેળવવા આટલુ કરો

પગનો દુઃખાવો એ એક એવી સમસ્યા છે. જેનાથી બધી ઉંમરના લોકો હેરાન છે. પહેલા આ રોગ માત્ર વૃધ્ધ લોકોને જ થતો હતો. પરંતુ, હવે યુવાનોમાં પણ પગના દુઃખાવાની સમસ્યા જોવા મળે છે.

આ દર્દથી છુટકારો મેળવવા માટે લોકો કેટલાય પ્રકારની દવાઓનું સેવન કરે છે. પરંતુ, તેનાથી કંઈ પણ ફાયદો થતો નથી. તમે તમારા રોજીંદા આહારમાં કેટલાક ફળ અને શાકભાજીને સામેલ કરી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

કોબી : બ્રોકલીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામીન એ અને સી, ક્રોમિયમ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત મિનરલ્સ, ઈન્સુલીન બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.

લસણ : લસણ ગરમ હોય છે. તેથી ગરમીમાં લસણ ઓછુ ખાવુ જોઈએ. તેમાં રહેલ એન્ટી બાયોટીક, એન્ટી બેકટેરીયલ ગુણ પગના દર્દમાં રાહત પહોંચાડે છે.

ફળ અને શાકભાજી : અર્થરાઈટીસના દર્દીએ શાકભાજી અને ફળોનું સેવન કરવુ જોઈએ. શાકભાજી અને ફળનો રંગ જેટલો  સારો હશે તેટલા તે ફાયદાકારક સાબીત થશે.

(9:11 am IST)