Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં વૈજ્ઞાનિકો ખોદી રહ્યા છે 32 હજાર ફૂટ ઊંડો ખાડો

નવી દિલ્હી: એક રિપોર્ટ્સ મુજબ ચીનના વૈજ્ઞાનિકો જમીનના ઉપરના સ્તર એટલે કે પોપડામાં 32808 ફૂટ ઊંડો ખાડો ખોદી રહ્યા છે. ચીનના શિનજિયાંગ પ્રાંતમાં વૈજ્ઞાનિકો આ ખાડો ખોદી રહ્યા છે. શિનજિયાંગમાં તેલ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અહેવાલમાં જણાવાયું છે કે 10થી વધુ ખંડીય અથવા ખડકાળ સ્તરોમાં પ્રવેશ કરીને, પાતળી શાફ્ટ ક્રેટેશિયસ સિસ્ટમ સુધી પૃથ્વીના પોપડામાં જશે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વીના ઉપરના સ્તરમાં મળી આવેલા ખડકની ઉંમર જ્યાં સુધી વૈજ્ઞાનિકો ખોદકામ કરી રહ્યા છે તે લગભગ 145 મિલિયન વર્ષ છે. રોક ડેટિંગ દ્વારા ખડકની ઉંમર નક્કી કરવામાં આવી છે. હાલમાં, માનવીએ પૃથ્વી પર જે સૌથી ઊંડો ખાડો બનાવ્યો છે, તેનું નામ સુપરદીપ બોરહોલ છે. તે લગભગ 40,230 ફૂટ છે. આટલો ઊંડો ખાડો ખોદવામાં 20 વર્ષ લાગ્યા. માનવામાં આવી રહ્યું છે કે ચીનના આ પ્રોજેક્ટની ડ્રિલિંગમાં 457 દિવસનો સમય લાગી શકે છે. મંગળવારથી ચીને જમીનમાં ખાડો ખોદવાનું શરૂ કરી દીધું છે. ચીન ખાડા દ્વારા સપાટીની ઉપર અને નીચે સરહદો શોધી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે સવારે ચીને પહેલીવાર માનવ અવકાશમાં મોકલ્યો છે.

(6:45 pm IST)