Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોનાના કારણોસર સાઉદી અરબનો વિદેશી ભંડાર સતત બીજા મહિને પણ ઘટ્યો

નવી દિલ્હી: સાઉદી અરબનો વિદેશી ભંડાર (Foreign Reserves) સતત બીજા મહિને ઘટ્યો છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, આ છેલ્લાં 20 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. માર્ચ અને એપ્રિલમાં વિદેશી ભંડારમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાસ્તવમાં દુનિયાભરમાં કોરોના સંકટ અને તેલની કિંમતો ઘટવાને કારણે આર્થિક રૂપે સાઉદી અરબને મોટું નુકસાન થઈ રહ્યુ છે. આ દરમ્યાન ઈકોનોમીને રાહત આપવાની આશામાં સાઉદી અરબે માર્ચ અને એપ્રિલમાં પોતાના વિભિન્ન ભંડારનો ઉપયોગ કર્યો છે.

 

              સાઉદી અરબ દુનિયાનો સૌથી મોટો તેલ નિકાસકાર દેશ છે. તેલની માંગ ઘટવાને કારણે કિંમતમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. જેને કારણે સાઉદી પર ખરાબ અસર થઈ છે. તો કોરોના વાયરસને કારણે સઉદીમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

(6:12 pm IST)