Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

‌અમેરિકામાં લગભગ ૧૮ હજાર અમેરિકન ડોલરનો દારૂ લઇને તસ્‍કરો ફરારઃ ચોરી કરવા માટે સુરંગ બનાવીને ઘૂસ્યા

જોહાનસબર્ગ: કોરોના વાયરસનો સામનો કરવા માટે 66 દિવસના લોકડાઉન પુરી થવાના એક દિવસ પહેલાં શહેરમાં કેટલા ચોર સુરંગ બનાવીને દારૂની દુકાનમાં ખૂસ્યા અને ત્યાંથી 13 લાખ 60 હજારના દારૂની ચોરી કરી લીધી.

ચોર ત્યાંથી 3,00,000 રૈંડ (લગભગ 18000 અમેરિકન ડોલર)નો દારૂ લઇને ફરાર થઇ ગયા, જે દુકાનના માલિકે સોમવારે સવારે દુકાન ખુલ્યા બાદ વેચવા માટે રાખી હતી. દેશમાં માર્ચ લાગેલા લોકડાઉનના દારૂના વેચાણ પર પ્રતિબંધિત છે.

દુકાનના માલિકે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજથી ચોરોની ઓળખ કરવામાં આવી છે. તે 10 દિવસ પહેલાં દુકાન પર આવ્યા હતા. તેમના સુધી પહોંચવા માટે કોઇપણ જાણકારી આપવા માટે 50,000 રેંડનું ઇનામ રાખવામાં આવ્યું છે.

દેશમાં દારૂની દુકાનો પર વધતી જતી ચોરીઓની ઘટનાના કારણે તે દુકાન માલિકોએ સુરક્ષા ગાર્ડ ગોઠવ્યા છે. લોકડાઉન પ્રતિબંધિતના લીધે લોકોને દારૂ મળી રહ્યો નથી, એટલા માટે તેને ચોરી કરીને કાળા બજારમાં 10 ગણા ભાવે વેચી રહ્યા છે.

(4:34 pm IST)