Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

હવે QR કોડ સ્કેન કરશો એટલે મેન્યૂ તમારા મોબાઇલમાં

રેસ્ટોરાંના માધ્યમથી કોરોના ફેલાય નહીં એ માટે વિશ્વભરના રેસ્ટોરાંના માલિકો જાતજાતનાં ઇનોવેશન કરવામાં વ્યસ્ત છે. ઇટલીમાં લોકડાઉન ખૂલી ગયા પછી નવી ખૂલેલી રેસ્ટોરાંઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે ખાસ વર્ચ્યુઅલ મેન્યૂ કાર્ડ તૈયાર કર્યું છે. એક જ મેન્યૂ કાર્ડ હજારો લોકોના હાથમાં જાય અને ચેપ ફેલાવે એના કરતાં એક મ્ય્ તૈયાર કરવામાં આવ્યો છે. વેઇટર એ કોડવાળું પાટિયું હાથમાં લઈને ઊભો રહે અને તમારે સ્માર્ટફોનથી એને જસ્ટ સ્કેન કરવાનું. એમ કરવાથી એ દિવસની સ્પેશ્યલિટી તમારી સ્ક્રીન પર દેખાય અને તમે એમાં જ ઓર્ડર કરી દો એટલે તમારા મોબાઇલ નંબર, ટેબલ-નંબર સાથે ઓર્ડર કિચનમાં પહોંચી જાય. સ્વાભાવિક છે આટલી ટેકિનક વિકસી હોવાથી હવે બિલ પર ઓનલાઇન કે વોલેટ દ્વારા જ ચૂકવવાની પ્રથા પ્રમોટ કરવામાં આવી રહી છે.

(2:38 pm IST)