Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

વધુ ટેસ્ટોસ્ટેરોન ધરાવતા પુરૂષો ઓછા ધાર્મિક હોય

નવી દિલ્હી તા ૨ : પુરૂષોના શરીરમાં સેકસ-હોર્મોન ટેસ્ટોસ્ટેરોન વધુ હોય છે. આ હોર્મોન અગ્રેસિવનેસ,રિસ્ક ઉઠાવવાની ક્ષમતા અને શારીરિક બળ સાથે સંકળાયેલું છે. આ હોર્મોન માત્ર શારીરિક બાબતો પર જ નહી, માનસિક વલણો બાંધવા પર પણ અસર કરે છે એવું કેનેડાના ન્નિષણંાંતોનું કહેવું છેે. કયુબેકમાં આવેલી મેક્ગિલ યુનિવર્સિટીના ભારતીય મૂળના અભ્યાસુ અનિરુધ્ધ દાસના  નેતૃત્વમાં થયેલા અભ્યાસમાં તારણઙ્ગઙ્ગ નીકળ્યુ છે કે કોઇ વ્યકિત ધર્મ પ્રત્યે કેવું વલણ ધરાવશે એ તેના સામાજિક અને સાંસ્કૃતીક ઉછેર ઉપરાંત વ્યકિતગત ઘોરણેતેના શરીરમાં દોડતા હોર્મોન્સ પર આધારિત છે. જે પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન (ડીએચઇએ) નામના હોર્મોન્સ ઉંચી માત્રામાં હોય ત્યારે એ કુદરતી રીતે જ ધર્મને લગતી બાબતોમાં ઓછો રસ ધરાવે છે. સંશોધકોએ ૫૭ થી૮૫ વર્ષની વયના ૧૦૦૦ થી વધુ પુરૂષોનો સ્ટડી કર્યો હતો. તેમનુંં વજન, હાઇટ, ધાર્મિક વલણ નોંધવામાં આવ્યું હતું અને સાથે લાળ અને લોહીના સેમ્પલ્સનું ટેસ્ટિંગ કરવામાં આવેલું તમામ પુરૂષો પાસે તેેમની ધાર્મિક માન્યતાઓને લગતા સવાલો અલગ-અલગ રીતે પૂછવામાં આવ્યા હતા, આ તમામ ડેટાનું વિશ્લેષણ કરીને અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે નોર્મલ કરતા વધુ ટેસ્ટોસ્ટેરોન  હોર્મોન ધરાવતા પુરૂષો ધાર્મિક કાર્યો અને વિધિઓમાં ઓછો ચાગ લેતા હોય છે.(૩.૩)

 

(4:08 pm IST)