Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

૧૨ વર્ષની આ છોકરીની હાઇટ અભિતાભ બચ્ચન કરતાં એક ઇંચ વધુ છે

લંડન તા ૦૨ : ઇંગ્લેન્ડના સધમ્ટન શહેરમાં રહેતી સોફી હોલિન્સ નામની ૧૨ વર્ષની છોકરી નાનીબાળકી હતી ત્યારથી તે હમ ઉમ્ર બાળકો કરતા લગભભગ બમણી હાઇટ ધરાવતી હતી. તે માત્ર છ વર્ષની હતી ત્યારે તેની ઉંચાઇ ચાર ફુટ અને દસ ઇંચની હતી અને દસ વર્ષની થઇ ત્યાં સુધીમાં ઉંચાઇ પાંચ ફુટ ૧૧ ઇંચતી હતી જો કે બાર વર્ષની ઉંમરે તેણે રેકોર્ડ બ્રેક હાઇટ મેળવી લીધી છે, તેની હાઇટ છ ફુટ અને બે ઇંચની થઇ ગઇ છે અને સોથા ઉંચી છોકરીઓનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તેના નામે થઇ ગયો છે. સોફીને મેર્ફન સિન્ડ્રોમ નામની તકલીફ હોવાથી તેની હાઇટ દિવસે ન વધે એટલી રાતે વધે છે. તેની મમ્મી લોરેન પાંચ ફુટ ચાર ઇંચ અને પિતા ઇયાન પાંચ ફુટ દસ ઇંચની નોર્મલ હાઇટ ધરાવે છે, સોફી માત્ર આઠ મહિનાની હતી ત્યારથી તેની હાઇટમાં ધરખમ વધારો થવા લાગેલો અને એે વખતેજ ડોકટરે તેને મેર્કન સિઝડ્રોમ હોવાનું નિદાન કરેલું આ રોગમાં શરીરને કનેકિટવ ટિસ્યુઝ એબ્લનોર્મલી લાંબા હોય છે ખાસ પ્રકારનું પ્રોટીન વધુ માત્રામાં બનતું હોવાથી ગ્રોથ બેફામ થઇ રહ્યો છે. ડોકટરનું કહેવુેં છે કે જો વહેલું નિદાન ન થયું હોત અને સારવાર ચાલતી ન હોત તો અત્યોરે તેની હાઇટ હજી વધુ હોત. સીફીની હાઇટસને કારણે તે હવે બાળક જેેવી લાગતી નથી. કયાંય પણ જાય ત્યારેબધાની નજર તેના પર હોય છે. અમિતાભ બચ્ચનની હાઇટ છ ફૂટ અને એક ઇંચની છે જયારે સોફી એનાથી ચડિયાતી છે. જો કે હવે સોફી અને તેના પરિવારજનો ઇચ્છે છે કે હવે તેની હાઇટ ન વધે તો સારૂ.(૩.૨)

(12:02 pm IST)