Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ત્વચામાં નિખાર લાવવા માટે આ સમયે પીવો પાણી

ઉનાળામાં તમારા શરીરને સારૂ બનાવી રાખવા માટે પાણી વધારે જરૂરી છે. વધતા તાપમાન અને તેજ ગરમીના કારણે વ્યકિત બીમાર પડી શકે છે. એવામાં જરૂરી છે કે તમારા શરીરને હાઈડ્રેટેડ રાખો. ઉનાળામાં શરીરમાં વધુમાં વધુ પાણીની માત્રા હોવી જોઈએ. ડૉકટર અનુસાર, બધા લોકોએ દિવસભર ઓછામાં ઓછુ ૮-૧૦ ગ્લાસ પાણી પીવુ જોઈએ. જેનાથી ત્વચામાં ચમક બની રહે.

ખાલી પેટ સવારે એક-બે ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ. એવુ કરવાથી ઝેરીલા તત્વ બહાર નીકળી જાય છે.  જ્યારે એવુ દરરોજ કરવાથી પેટ અને ત્વચા બંને સ્વસ્થ રહે છે.

ભોજન લીધા પહેલા બરાબર અડધા કલાક પહેલા એક ગ્લાસ પાણી પીવુ જોઈએ. એવુ કરવાથી ભૂખ ઓછી લાગે છે અને તમે ઓછો ખોરાક લેશો જેનાથી વજન વધાવાની સંભાવના ઓછી થઈ જશે. અને ખોરાક સરળતાથી પચી જશે.

ભૂખ લાગે તો સૌથી પહેલા એક ગ્લાસ પાણી પીવો. તેના ૧૦ મિનીટ બાદ પણ જો ભૂખ શાંત ન થાય તો કંઈક ખાવુ. ઉભા-ઉભા પાણી ન પીવુ જોઈએ. ઉભા રહીને પાણી પીવાથી પગ દર્દ શરૂ થઈ શકે છે.

(10:04 am IST)